રાજકોટઃ રાજકોટના મોરબી રોડ પર રહેતા અને મૂળ લોધિકાના ચીભળા ગામના 27 વર્ષના યુવાને બેરોજગારીથી કંટાળીને ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું છે. રાજકોટના મોરબી રોડ પર આવેલ ખોડિયાર પાર્ક-2માં મોટાભાઇ સાથે રહેતા નિરવ નામના યુવાને ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.
લોકડાઉનમાં બેરોજગારીથી કંટાળી રાજકોટના યુવાને કરી આત્મહત્યા - સમગ્ર દેશમાં લોકડાઉન
કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે આ લોકડાઉનમાં મોટાભાગના વેપાર-ધંધા બંધ છે. જેને લઈને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે રાજકોટના મોરબી રોડના એક યુવાને બેરોજગારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
લોકડાઉનમાં બેરોજગારીથી કંટાળી રાજકોટના યુવાનને કરી આત્મહત્યા
આ અંગે પોલીસને સ્વજનોએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, પોણા બે મહિનાથી લોકડાઉન હોવાથી ચાંદીનું મજૂરી કામ સાવ ઠપ્પ થઇ ગયું હોવાથી નિરવ કેટલાક દિવસથી ખુબ ચિંતામાં મૂકાઇ ગયો હતો અને બેકારીને કારણે તેણે આ પગલું ભરી લીધું હતું.