સુસાઇડ નોટમાંથી જાણવા મળ્યું કે, ઓનલાઈન પોકર ગેમમાં 70 થી 75 લાખ હારી ગયો હતો. સુસાઇડ નોટમાં ઓનલાઈન પૈસા હારી જવાના કારણે યુવાને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
ઓનલાઈન ગેમમાં 70 લાખ ગુમાવતા યુવાને કરી આત્મહત્યા - rajkot crime
રાજકોટ: શહેરના અંબિકા ટાઉન શીપમાં રહેતા એક પરણીત યુવાને નજીકમાં આવેલ કૂવામાં જંપલાવી આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કુણાલ મહેતા નામના મૃતક યુવાનના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે.
rajkot
ઉલ્લેખનીય છે કે, યુવાનની આત્મહત્યા બાદ શહેરમાં ઓનલાઈન ID પર જુગાર રમતો હોવાની વાતને પુષ્ટિ મળી છે. જો કે, હાલ પોલીસે મૃતક યુવાનના બેંકના અને અન્ય ટ્રાન્જેક્શનના આધારે ઝીણવટથી તપાસ શરૂ કરી છે. જેમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થઇ શકે છે.
Last Updated : Oct 6, 2019, 3:29 PM IST