રાજકોટઃ શહેરમાં ગઈકાલે મોડીરાત્રે મોરબી રોડ પર આવેલા રોણકી ગામે અશોક રાઠોડ નામના યુવાનની હત્યા થઈ હતી. જે મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપી અનિલ ઝીંઝુવાડિયા નામના યુવક સાથે અગાઉ પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જેનો પૂર્વગ્રહ રાખીને બન્ને વચ્ચે બબાલ થતાં અનિલે અશોકને છરીના ઘા માર્યા હતા. જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર મળતા પહેલા જ મોત થયું હતું.
રાજકોટ મર્ડર કેસઃ પૈસાની લેતીદેતી મામલે કરાઇ હતી યુવકની હત્યા - કોરોના વાઈરસ ન્યૂઝ
રાજકોટમાં ગઈકાલે બુધવારે મોડીરાત્રે મોરબી રોડ પર આવેલા રોણકી ગામે અશોક રાઠોડ નામના યુવાનની હત્યા થઈ હતી. જે મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં યુવકની હત્યા પૈસાની લેતતી-દેતી મામલે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપી અનિલની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસની મહામારી વચ્ચે રાજકોટમાં ગુનાખોરી સતત વધી રહી છે. જેને લઈને હત્યા જેવા બનાવો સામે આવી રહ્યા છે.