ગુજરાત

gujarat

ETV Bharat / state

આજીડેમમાં પડતું મુકનાર યુવાનનો મૃતદેહ 8 કલાક બાદ મળ્યો - rajkot

રાજકોટઃ રાજકોટના આજીડેમમાં ગઈકાલે સાંજના સમયે એક યુવાને પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને ફાયરવિભાગ દ્વારા યુવાનને ડેમના પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવાન મળી આવ્યો નહોતો. જો કે આજે વહેલી સવારે ફાયરવિભાગના જવાનોને યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન કોણ છે અને તેને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

kkk

By

Published : Jun 26, 2019, 1:55 PM IST

રાજકોટના આજીડેમમાં ગઈકાલે એક યુવાને ડેમની ઝાડીઓ પર ચડીને પડતું મકયું હતું. આ સમયે ડેમ ખાતે ઉભેલા અન્ય લોકો યુવાનને જોઈ જતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જેને લઈને ગઈકાલે બેડી ફાયર સ્ટેશનના જવાનો દ્વારા ડેમના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ફાયરવિભાગના જવાનોની 8 કલાકની ભારે મહેનત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બિજી તરફ પોલીસે પણ યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડીને ક્યાં કારણોસર યુવાને આપઘાત કર્યો હોવાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે હજુ સુધી મરનાર યુવક કોણ છે તે બહાર આવ્યું નથી.

આજીડેમમાં પડતું મુકનાર યુવાનની 8 કલાક બાદ મળી લાશ

ABOUT THE AUTHOR

...view details