રાજકોટ : જિલ્લાના આટકોટ ખારચીયા પાસે આવેલા એમ.એમ.યાન દોરના કારખાનામાં આવેલા મંદિર પાસેના ઝાડ પર દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લેતા એક યુવાનનું મોત નિપજ્યું હતું.
રાજકોટના ખારચીયા નજીક યુવાને ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી - કારખાનામાં યુવાને કરી આત્મહત્યા
રાજકોટમાં ખારચીયા પાસે આવેલા દોરાના કારખાનામાં યુપીના એક યુવાને ગળાફાસો ખાઇને આત્મહત્યા કરી છે. જો કે તેમણે આ પગલું કેમ ભર્યું તે હજી જાણી શકાયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે.
યુવાને ગળાફાસો ખાઇ કરી આત્મહત્યા
આ ઘટનાની માહીતી મુજબ, આત્મહત્યા કરનાર યુવક યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવકની ઓળખ 30 વર્ષીય કામેશ્વર દુર્ગાભાઈ દુબે નામથી થઇ છે. જો કે તેમણે ક્યા કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી તે જાણી શકાયું નથી.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પોંચીને મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જોકે સમગ્ર ઘટનાની વિગત મેળવીને પોલીસે આગળની તપાસ ખરૂ કરી છે.