- કોંગ્રેસના યુવા નેતા સુરજ ડેર દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં
- ખેડૂતો દ્વારા દિલ્હી જવાના મુખ્ય ચાર માર્ગો સીલ કરી ચક્કાજામ
- હજુ અનેક રાજ્યોમાંથી વધુ ખેડૂતો આ આંદોલનમા જોડાશે
રાજકોટ : કૃષિબિલના વિરોધમાં 19 દીવસથી પંજાબ-હરિયાણા અને સમ્રગ દેશના ખેડૂતો દ્વારા દિલ્હી જવાના મુખ્ય ચાર માર્ગો સીલ કરી ચક્કાજામ કરી પોતાની માંગ સાથે અડગ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સૂચનાથી ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ સૂરજ ડેર, મહામંત્રી નિખીલ સવાણી સહીત 11થી વધુ યુવા આગેવાનો અને કાર્યકરો દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા હતા.
દિલ્હી ખેડુત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા ગુજરાત કોંગ્રેસના યુવા આગેવાન દિલ્હી ખેડુત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા ગુજરાત કોંગ્રેસના યુવા આગેવાન
દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી વધુ ખેડૂતો આંદોલનમા જોડાશે કોંગ્રેસના યુવા નેતા સુરજ ડેરે જણાવ્યું હતું કે, આ અહંકારી ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદો લાવી ખેડૂતોને હજુ કેટલાંક પાયમાલ કરવા માંગે છે. આ કૃષિના વિરોધમાં પંજાબ-હરિયાણાના ખેડૂતો દ્વારા માત્ર 97,000 થી વધુ ટ્રેકટરોમાં દંગા નાખી લાખો ખેડૂતો રોડ પર પોતાના હક્કો અને અધિકારની લડાઇ કરી રહ્યા છે. અહીંયા સિંધુ બોર્ડર પરનો નજારો જોયા પછી ખ્યાલ આવે કે, આ ખેડૂતોની જાગૃતી -એકતાને સો સલામ કરવા પડે. અહિંયાની પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે, હજુ અનેક રાજ્યોમાંથી વધુ ખેડૂતો આ આંદોલનમા જોડાશે. તેમજ સરકારે આ કૃષિ વિરોધી કાળો કાયદો પરત ખેચવો પડશે.