ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં પ્રેમી યુગલે કરી જાહેરમાં આત્મહત્યા, ઝાડ પર લટકી ટુકાવ્યો જીવ - Rajkot

રાજકોટ: જિલ્લામાં આવેલા ગોંડલ ખાતે એક અજાણ્યા યુવક-યુવતિએ જાહેરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગોંડલ શહેરમાં આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારના સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સામે અજાણ્યા યુવક-યુવતિએ લીમડાનાં વૃક્ષ સાથે દોરી બાંધીને સજોડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ગોંડલમાં પ્રેમીયુગલે કરી જાહેરમાં આત્મહત્યા

By

Published : Jul 10, 2019, 3:54 PM IST

સમગ્ર ઘટનાને પગલે ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બંને યુવક યુવતિના મૃતદેહને વૃક્ષ નીચે ઉતારીને ગોંડલ સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

સજોડે આત્મહત્યા કરનાર આ અજાણ્યા યુવક-યુવતિ કોણ છે, તે દિશામાં તપાસ હાથ ધરી ધરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસ બન્ને જણાએ ગળાફાંસો ખાઈને જાહેરમાં આત્મહત્યા કરનાર યુવક-યુવતિ પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે.

ગોંડલમાં પ્રેમીયુગલે કરી જાહેરમાં આત્મહત્યા

જે પૈકી યુવક અંગેની પ્રાથમિક માહિતીમાં યુવક ગોંડલનો રહેવાસી હતો. આ મૃતક યુવકનું નામ મેહુલ ધીરૂભાઇ રાઠોડ જાણવા મળ્યું છે. તો બીજી તરફ મૃતક યુવતી રાજકોટના રૈયાધાર મચ્છુ ક્વોટર્સ રાજકોટની રહેવાસી હોવાનું સામે આવ્યું છે . આ યુવતીનું નામ રિધ્ધિ વિજયભાઈ રાપુચા નામ જાણવા મળ્યું છે. જે છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં મામીના ઘરે રહેતી હોવાની વિગતો સામે આવી પામી છે.

આ બંને યુવક -યુવતિ પ્રેમી પંખીડાઓએ એક થઈ શકે તેમ ન હોવાને કારણે જાહેરમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details