રાજકોટ એરપોર્ટ પર યોગી આદિત્યનાથનું CM રૂપાણીએ કર્યું સ્વાગત - CM UP
રાજકોટઃ જૂનાગઢમાં યોજાયેલ શિવરાત્રીના મેળામાં હાજરી આપવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં, ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે યોગી આદિત્યનાથનું રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સ્વાગત કર્યું હતું, ત્યારબાદ યોગી જૂનાગઢ ખાતે જવા માટે હવાઇ માર્ગે રવાના થયા હતા.
સ્પોટ ફોટો
સૌરાષ્ટ્રના જૂનાગઢમાં દર મહાશિવરાત્રી નિમિત્તે મેળો યોજાય છે, ત્યારે આ વર્ષે પણ જુનાગઢ ખાતે ભવ્ય મેળો યોજાયો છે. જેમાં દેશ-વિદેશથી સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેને લઇને આજે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જૂનાગઢ ખાતે મેળામાં હાજરી આપવા માટે જવાના હતા.