રાજકોટગુજરાતની રાજનીતિમાં હંમેશા રાજકોટ એ એપી સેન્ટર રહ્યું છે. ત્યારે આ વખતે રાજકોટની રાજનીતિમાં પણ અનેક (Political Situation in Rajkot) ઉતારચડાવ જોવા મળ્યા હતા. તેમ છતાં ભાજપે અહીં આ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. તો કૉંગ્રેસને મોટું નુકસાન પહોંચ્યું હતું. તો આ વર્ષે કઈ મોટી ઘટના એવી છે, જેની પર સૌનું ધ્યાન ગયું આવો જોઈએ.
ભાજપે નવા ચહેરાઓને આપી ટિકીટવિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) રાજકોટ શહેરની 4 બેઠક પર ભાજપ દ્વારા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former CM Vijay Rupani) સહિતના ધારાસભ્યોની ટિકીટ કપાઈ હતી. આવું પ્રથમ વખત રાજકોટમાં જોવા મળ્યું હતું કે, વર્ષ 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપ દ્વારા નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું હોય.
રાજકોટ જિલ્લાની આઠેય બેઠક પર ભાજપની જીતવર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાની આઠેય બેઠક પર ભાજપની જીતની ઘટના ઐતિહાસિક માનવામાં આવી રહી છે. અગાઉ ક્યારેય આવું જોવા મળ્યું નથી.
પશ્વિમ બેઠકના ભાજપ ઉમેદવારે ઇતિહાસ રચ્યોરાજકોટની હાઈપ્રોફાઈલ પશ્ચિમ વિધાનસભા બેઠક (Rajkot West Assembly Seat) પર 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપ દ્વારા ડો. દર્શીતા શાહને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે આ બેઠક પર તેઓ 1,00,000 કરતા વધુ મતોની જંગી બહુમતી સાથે જીત્યા હતા. તો વર્ષ 2017ની ચૂંટણીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી આ બેઠક પરથી 54,000ની લીડ સાથે જીત્યા હતા.
ઈન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદાસ્પદ નિવેદન2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) રાજકોટમાં પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું (Indranil Rajyaguru Leader Congress) વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં આવ્યું હતુ. જેમાં તેઓ ચૂંટણી પ્રચાર (Gujarat Election 2022) દરમિયાન બોલ્યા હતા કે મને સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ દેખાય છે. આ પ્રકારનું નિવેદન ખૂબ જ વિવાદાસ્પદ બન્યું હતું.
કીર્તિદાન ગઢવીને મતદાન કરતા અટકવાયા હતાવિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદાન દરમિયાન લોકગાયક કીર્તિદાન ગઢવી રાજ્યમાં મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર હતાં. તેમ છતાં મતદાન કરવા જતાં તેમને ચૂંટણી (Gujarat Election 2022) સ્ટાફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જ્યારે કીર્તિદાન ગઢવી પાસે કોઈ ઓરીજીનલ આઈડીપ્રુફ નહોતું એટલે તેમણે ચૂંટણી સ્ટાફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જોકે, કીર્તિદાન દ્વારા ત્યારબાદ આઈડી પ્રુફ આપતા તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.