રાજ્યમાં રૂ. 1 કરોડના વહીવટ પર 2% TDSની જાહેરાત થતાં વેપારીઓ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. વેપારીઓની માગ છે કે,સરકાર દ્વારા બજેટમાં સમાયેલાં નવા નિયમને 1 એપ્રિલ 2019થી લાગુ કરવામાં આવે. પણ તંત્રએ આ નિયમને લાગુ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જેથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારના 2% TDSના નિર્ણય સામે સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓનો વિરોધ - બજેટ
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કેશલૅશ સિસ્ટમ વધારવા માટે રૂ. 1 કરોડના વહીવટ પર 2% TDSની જાહેરાત કરી છે. જેને લઈને મોટાભાગના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારના 2% TDSના નિર્ણય સામે સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓનો વિરોધ
વેપારીઓ આક્રોશ ઠાલવતા જણાવી રહ્યાં છે કે, જો સરકાર તારીખ 31 તારીખ સુધીમાં જાહેરાત કરી નવો TDSનો નિયમ લાગુ નહીં કરે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ આગામી 1 સપ્ટેમ્બરથી હડતાલમાં જોડાશે.