ગુજરાત

gujarat

ETV Bharat / state

Small Hanuman Chalisa: રાજકોટના એક શિક્ષકે વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી - to get a place in the Guinness World Records

રાજકોટના સરકારી શાળાના શિક્ષક અને મીનીએચર રાઈટરએ વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી છે. જેને આવનારા સમયમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળવા જઈ રહ્યું છે. આ સૂક્ષ્મ હનુમાન ચાલીસા તૈયાર કરતા તેમને 11 દિવસ લાગ્યા છે અને કુલ 22 પેજમાં તૈયાર થઈ છે.

worlds-smallest-hanuman-chalisa-creator-rajkot-teacher-likely-to-get-a-place-in-the-guinness-world-records
worlds-smallest-hanuman-chalisa-creator-rajkot-teacher-likely-to-get-a-place-in-the-guinness-world-records

By

Published : Apr 27, 2023, 10:05 PM IST

શિક્ષકે વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી

રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટની ગણના હવે વિશ્વ કક્ષાએ પણ થઈ રહી છે. રાજકોટના એક સરકારી શાળાના શિક્ષક દ્વારા વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી છે. જે હનુમાન ચાલીસાની નોંધ આજે વિશ્વ કક્ષાએ પણ લેવામાં આવી રહી છે. જ્યારે આ શિક્ષક દ્વારા અત્યાર સુધીમાં 700 થી વધુ આવી નાની નાની બુક લખવામાં આવી છે. જેમાં મોટા ભાગના ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં પણ આ સૂક્ષ્મ હનુમાન ચાલીસા તૈયાર કરતા તેમને 11 દિવસ લાગ્યા છે અને કુલ 22 પેજમાં તૈયાર થઈ છે. હાલ આ સૂક્ષ્મ હનુમાન ચાલીસા આકર્ષણનું કેન્દ્ર બની છે.

અત્યાર સુધીમાં 700 થી વધુ આવી નાની નાની બુક લખવામાં આવી

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવાઈ છે નોંધ:આ અંગે સરકારી શિક્ષક એવા નિકુંજ વાગડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આ વિશ્વમાં પ્રથમ વખત આ પ્રકારની હનુમાન ચાલીસા તૈયાર કરવામાં આવી છે. જેમાં આટલી સૂક્ષ્મ પદમાં જો હનુમાન ચાલીસા લખી હોય તે લગભગ પ્રથમ ઘટના છે અને આજ તેની વિશેષતા છે. જ્યારે આ હનુમાન ચાલીસાનો વજન 700 મિલીગ્રામ છે. તેમજ તેની સાઈઝ 30×5 મિલી મીટરની છે. નિકુંજ વાગડીયાએ આ અંગેનો વિચાર ક્યાંથી આવ્યો તેની માહિતી આપતા જણાવ્યું હતું કે તાજેતમાં જ વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે. જેનું આવતા વર્ષે અમલીકરણ થવા જાઈ રહ્યું છે. જેમાં કળા આધારિત શિક્ષણની અને પ્રાયોગિક શિક્ષણની વાત છે. જ્યારે હું મીનીએચર કળા સાથે વર્ષોથી જોડાયેલું છું અને તેના કારણે મે બાળકોને ધ્યાનમાં રાખીને આ સૂક્ષ્મ હનુમાન ચાલીસાનું નિર્માણ કર્યું છે.'

આ પણ વાંચોSTSangamam: સિલ્કના કાપડ પર બનેલી 32 પાનાની પુસ્તિકામાં 1001 વર્ષનો ઇતિહાસ

શિક્ષક દ્વારા 700 પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા:શિક્ષકે અત્યાર સુધીમાં આ પ્રકારના સૂક્ષ્મ 700 જેટલા પુસ્તકો તૈયાર કર્યા છે. જેમાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરતા રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, કુરાન સહિતના વિશ્વભરના અલગ અલગ ગ્રંથોનો સમાવેશ થાય છે. નિકુંજ વાગડીયામાં આ કળા નાનપણથી જ વિકસી છે. તેઓ નાનપણમાં ચોખા પર મહાપ્રભુજી, શ્રીનાથજી બનાવ્યા હતા. જ્યારે મિનીએચર રાઈટિંગ અંગે તને જણાવ્યું હતું કે આ કળામાં કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ રીતે લખવામાં આવે છે. જેમાં કોઈપણ જાતના સાધનનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ નોર્મલ પેન્સિલ વડે ખુબજ સૂક્ષ્મ રીતે લખવામાં આવે છે અને તેના આધારે પુસ્તકોનું નિર્માણ કરવામાં આવે છે.

આ પણ વાંચોSurat News : ગણિતની ગડમથલ ગણતરીની મિનિટોમાં ઉકેલી, આદ્વિક જૈને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ABOUT THE AUTHOR

...view details