મનોવિજ્ઞાન ભવનને રચ્યો વધુ એક વર્લ્ડ રેકોડ, રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવને વધુ એક સફળતા પ્રાપ્તિ કરી છે. જેમાં મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા અંદાજિત 45 હજાર કરતા વધુ લોકોને માનસિક સ્વાસ્થ્ય અભિયાનમાં જોડી દેવામાં આવ્યા છે. આ સાથે મનોવિજ્ઞાન ભવનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મળી ગયું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને અત્યાર સુધીમાં ત્રણ જેટલા વર્લ્ડ રેકોર્ડ સન્માન મળ્યા છે. જેમાં ત્રીજો વર્લ્ડ રેકોડ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરતા ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
અનોખું અભિયાન:આ અનોખું અભિયાન જ્યારે મનોવિજ્ઞાન ભવન દ્વારા શરૂ કરવામાં આવેલું ત્યારે અભિયાનમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, બોટાદ, અમરેલી, જામનગર સહિતના જિલ્લાઓને પણ જોડવામાં આવ્યા હતા. આ અભિયાનમાં મુખ્યત્વે વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓ અને જાહેર પબ્લિક પ્લેસમાં જઈને લોકોને માનસિક સ્વાસ્થ્ય અંગેની શપથ લેવડવામાં આવી હતી. માનસિક સ્વાસ્થ્યનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું. જેમાં કોઈ વ્યક્તિઓએ નબળા વિચારો ન કરવા સહિતના વ્યાખ્યાનો આપવામાં આપવામાં આવ્યા હતા. જ્યારે રેલી પણ કાઢવામાં આવી હતી. લોકો માનસિક સ્વાસ્થ્ય અંગે વધુને વધુ જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ
વર્લ્ડ રેકોર્ડ એનાયત:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન ખાતે વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ એટલે કે એ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું તે અંગેનો વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે. આ માનસિક સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત 45 હજાર કરતા વધુ લોકોને માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આપવામાં આવી હતી. આ કામગીરીમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગશણ સહિત ભવનના ત્રણ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. બને એટલા વધુ પ્રમાણમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા--મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો. ધારા દોષી
મનોવિજ્ઞાન ભવનને રચ્યો વધુ એક વર્લ્ડ રેકોડ આ પણ વાંચો Rajkot News: સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા
સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન:મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન એક મહિના કરતા વધુ સમય સુધી ચલાવામાં આવ્યું હતુ. જેમાં ભવનના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં વિવિધ કામગીરી કરી હતી. જ્યારે આ અભિયાનમાં મુખ્યત્વે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ખાસ માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આપવામાં આવી હતી. જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટના સેશન રાખવામાં આવ્યા હતા. મનોવિજ્ઞાન ભવની ટીમ દ્વારા આ અભિયાન ચલાવામાં આવ્યું હતુ. ત્યારબાદ ભવનના વિદ્યાર્થીઓએ વિવિધ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશનમા અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું.