રાજકોટઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં તોલાટ મજુરીનું કામ કરતા અને તાલુકાના પાટીદડ ગામે પરિવાર સાથે રહેતા મૂળ એમપીના ખુમસિંગ સોલંકી ઉર્ફે અનિલ સાંજના પોતાનું મજૂરી કામ પૂરું કરી મોટરસાયકલ પર પાટીદાર ગામે જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.
ગોંડલ જામવાડી ચોકડી પાસે અકસ્માતમાં શ્રમિકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત - rajkot news
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં તોલાટ મજુરીનું કામ કરતા એમપીના ખુમસિંગ સોલંકી ઉર્ફે અનિલ સાંજના પોતાનું મજૂરી કામ પૂરું કરી મોટરસાયકલ પર પાટીદાર ગામે જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.
ગોંડલ જામવાડી ચોકડી પાસે અકસ્માતમાં શ્રમિકનુ અજાણ્યા વાહનની ઠોકરે મોત
આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષોથી ગોંડલમાં રહી મજૂરીકામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક દીકરો એક દિકરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માત અંગેની વધુ તપાસ શહેર પોલીસે હાથ ધરી હતી.