5 વર્ષથી લઈને 50 વર્ષના બાળકોને અપાય છે તાલીમ રાજકોટ: આ મહિલા હાલ 210 કરતાં વધુ મનોદિવ્યાંગ બાળકોની માતા તરીકે ઓળખાય છે. પૂજા પટેલ નામની મહિલા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને નિશુલ્ક તમામ તાલીમ આપવામાં આવી રહી છે. જ્યારે આ બાળકો આત્મનિર્ભર બને તેવા પ્રયાસો પૂજા પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઇને એક સંસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ત્યારે આ સંસ્થામાં 210 કરતા વધારે મનોવિજ્ઞાન બાળકો અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને પગભર થઈ રહ્યા છે, ત્યારે અંગે પૂજા પટેલ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના જીવન સંઘર્ષ સહિત આ બાળકોને તાલીમ અંગેની તમામ વાત જણાવી હતી.
5 વર્ષથી લઈને 50 વર્ષના બાળકોને અપાય છે તાલીમ મારા ઘરે મનો દિવ્યાંગ બાળકનો થયો જન્મ:પ્રયાસ પેરેન્ટ એસોસિએશન નામની સંસ્થા વર્ષ 2008માં રાજકોટમાં શરૂ થઈ હતી. આ સંસ્થા ખાસ મનોદિવ્યાંગ બાળકો માટે જ કામ કરે છે. જ્યારે આ સંસ્થા શરૂ થઈ ત્યારે ધીમે ધીમે મનોદિવ્યાંગ બાળકો આ સંસ્થામાં આવતા ગયા. હાલમાં આ સંસ્થામાં 210 કરતા વધુ બાળકો છે મનોદિવ્યાંગ બાળકો છે. જ્યારે આ અંગે પ્રયાસ પેરેન્ટ એસોસિએશન સંસ્થાના વાઈસ પ્રેસિડન્ટ પૂજા પટેલે ETVને જણાવ્યું કે હું આ સંસ્થા સાથે 2010માં જોડાઈ હતી. જ્યારે આ સંસ્થા મનોદિવ્યાંગ બાળકોના માતા-પિતા દ્વારા જ શરૂ કરવામાં આવી છે. જ્યારે મારો દીકરો પણ મનોદિવ્યાંગ છે. જેના કારણે જ હું આ સંસ્થા સાથે જોડાઈ હતી.
5 વર્ષથી લઈને 50 વર્ષના બાળકોને અપાય છે તાલીમ Womens Day: 181 અભયમ હેલ્પલાઈન છેલ્લા 8 વર્ષથી લાખો મહિલાઓ માટે સંકટની સાથી
5 વર્ષથી લઈને 50 વર્ષના બાળકોને અપાય છે તાલીમ :પૂજા પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2005માં રાજસ્થાનમાં મારા ઘર પુત્રનો જન્મ થયો. જ્યારે મારા દીકરાના જન્મના બે વર્ષ બાદ મને ખ્યાલ આવ્યો કે મારો બાળક મનોદિવ્યાંગ છે એટલે કે કંઈક ખામી સાથે જન્મેલો છે. જેને લઇને મેં નક્કી કર્યું કે મારા હું જે શહેરમાંથી આવું છું. ત્યાં મારે પણ આવા મનોદિવ્યાંગ બાળકો માટે એક સંસ્થા શરૂ કરવી છે. ત્યારબાદ હું રાજકોટ આવી અને પ્રયાસ પેરેન્ટ એસોસિયેશન નામની સંસ્થામાં હું જોડાઈ હતી. જ્યારે હાલમાં મારી પાસે આ સંસ્થામાં પાંચ વર્ષથી લઈને 56 વર્ષના મનોદિવ્યાંક બાળકો તાલીમ લઈ રહ્યા છે. જેમને અમે સાથે મળીને તાલીમ આપીએ છીએ.
5 વર્ષથી લઈને 50 વર્ષના બાળકોને અપાય છે તાલીમ બાળકોના લેવલ પ્રમાણે આપવામાં આવે છે તાલીમ :જ્યારે મનોદિવ્યાંગ બાળકોમાં અલગ અલગ લેવલની ખામી જોવા મળતી હોય છે. જેવી રીતે આપણી પાંચ આંગળીઓ સરખી નથી હોતી તેવી રીતે આ મનો દિવ્યાંગ બાળકોમાં જોવા મળતું હોય છે. જ્યારે જે પ્રકારના બાળકનું લેવલ હોય તે પ્રકારની આ બાળકને આ સંસ્થામાં ટ્રેનિંગ આપવામાં આવે છે. એમાં તેમને કપડાં પહેરવાથી લઈને રોજિંદા જીવનની જે પ્રમુખ જરૂરિયાતો છે તેની તાલીમ સાથે તેને ભણવાનું અને આગામી દિવસોમાં તેની રોજગારની તાલીમ પણ આ બાળકોને આપવામાં આવે છે. સંસ્થામાં સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને સ્પેશિયલ એજ્યુકેશન પણ આપવામાં આવે છે.
5 વર્ષથી લઈને 50 વર્ષના બાળકોને અપાય છે તાલીમ Womens Day: રિવરફ્રન્ટ, AMTS, BRTS તેમજ મેટ્રોમાં મહિલાઓને સલામતીનો અહેસાસ કરાવવા કરાઈ અનોખી પહેલ
સ્ત્રીને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે :જ્યારે પુજા પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું મહિલા તો છું પણ સાથે સાથે હું એક માં છું. જ્યારે મારો દીકરો સ્પેશિયલ ખામી સાથે જન્મેલો હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા દીકરામાં કંઈક ખામી છે. ત્યારે મારો દીકરો જીવનભર મારા ઉપર જ નિર્ભર રહેવાનો છે. સ્ત્રીને શક્તિ સ્વરૂપ કહેવામાં આવે છે તેમજ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે એક મા એ પોતાના એવા દીકરાનો ઉછેર કરવાનો હોય છે કે જિંદગીભર એના ઉપર નિર્ભર રહેવાનો છે. તેમજ તે ભવિષ્યમાં ડોક્ટર કે એન્જિનિયર પણ નથી બનવાનો અને અમારા દીકરા દીકરીઓના લગ્ન પણ નથી થવાના આવા બાળકોને અમારે જીવનભર સાચવવાના છે. જ્યારે સ્ત્રી ધારે તો આવા બાળકોને સ્વીકાર કરી લે છે તો 50% જેટલો તેનો સંઘર્ષ આપમેળે ઓછા થઈ જાય છે.