- પીવાનું પાણી નહિ મળતા મહિલાઓએ ધોરાજી નગરપાલિકા સામે લગાવ્યા નારા
- દોઢ મહિનાથી આ વિસ્તારમાં થઈ રહી છે પીવાના પાણીની સમસ્યા
- ઉનાળાની શરુઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ
આ પણ વાંચોઃપીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ
રાજકોટઃધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલી સોસાયટીમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ બેડા સરઘસ કાઢ્યું હતું, આ ઉપરાંત પાણીના ખાલી બેડા સાથે દેખાવો કર્યા હતા. ધોરાજી નગરપાલિકાના આ વિસ્તારમાં પીવાનું પાણી રોજ નહીં મળતા મહિલાઓએ પોતાનો બળાપો નગરપાલિકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતા.