રાજકોટ: ઉપલેટા તાલુકામાં આવેલું મોટી પાનેલી ગામ કે જ્યાં અંદાજિત 12 હજાર લોકોની વસ્તી છે. મોટી પાનેલી ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે, આ ગામની અંદર ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહીં રોડ - રસ્તાઓ ખરાબ છે, ગટરો ખુલી છે અને આ ખુલ્લી ગટરમાંથી ગંદકી ઉભરાય છે. મોટી પાનેલી ગામના આગેવાનો અને ગ્રામજનોએ પંચાયતથી લઈને કલેકટર સુધી રજૂઆતો કરી છે. છતાં પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. આગેવાનો દ્વારા તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન આવ્યું નથી. અમુક વિસ્તારોમાં ગટરના પાઇપ તો નખાય છે પણ તેને બંધ કરવામાં આવ્યા નથી. આ ખુલ્લા પાઇપને કારણે અહીંથી પસાર થતા લોકો અને બાઈક સવારો લપટીને પડે છે.
રાજકોટ: મોટી પાનેલીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓએ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓએ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે. ત્યારે બેથી ત્રણ દિવસ સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ કોઇ દેખાતું નથી, તેવું ગ્રામજનોનું કહેવું છે. અહીં રોડ રસ્તાઓમાં ફેલાતી ગંદકી સાફ કરવા માટે પંચાયત તરફથી કોઈ આવતું નથી. મોટી પાનેલી પાસે ફુલઝર ડેમ આવેલો છે, જે હાલમાં ઓવરફલો થઈ રહ્યો છે તેમ છતાં અહીં ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. આવી સમસ્યાઓથી ત્રાહિમામ પોકારીને મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.