ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના જસવંતપુરમાં 1વર્ષથી દુકાનો બંધ, વહુ-દીકરીઓને પિયર જવા આવવા પર પ્રતિબંધ

રાજકોટનું જસવંતપુર ગામ છેલ્લા 1વર્ષથી કોરોનામુકત છે. આ ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે દુકાનો બંધ રાખવામાં આવી છે, તેમજ સાવચેતીના ભાગરૂપે વહુ દીકરીઓને પિયર જવા આવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજકોટના જસવંતપુરમાં 1વર્ષથી દુકાનો બંધ, વહુ-દીકરીઓને પિયર જવા આવવા પર પ્રતિબંધ
રાજકોટના જસવંતપુરમાં 1વર્ષથી દુકાનો બંધ, વહુ-દીકરીઓને પિયર જવા આવવા પર પ્રતિબંધ

By

Published : May 2, 2021, 9:53 PM IST

  • રાજકોટના આ ગામમાં છેલ્લા 1 વર્ષથી એકપણ કોરોના કેસ નોંધાયો નથી
  • ગામને કોરોના મુક્ત રાખવામાં સરપંચ, ઉપસરપંચ તથા આશાવર્કર બહેન લક્ષ્મીબેન સોજીત્રાનું યોગદાન
  • ગ્રામજનોનો સહકાર પ્રેરણારૂપ

રાજકોટ: "અમારા ગામમાં છેલ્લા એક વર્ષથી કુદરતી કે કોરોનાથી એકપણ મરણ થયું નથી. અરે કોઈ બીમાર પણ નથી પડ્યું તો કોરોનાનો કેસ પણ કયાંથી આવે.." તેમ 50 ખોરડાં અને 300 લોકોની વસ્તી ધરાવતા લોધિકાના જસવંતપુર ગામના ઉપસરપંચ બાબુભાઇ હિરાણી સગૌરવ જણાવે છે. "અમે છેલ્લા એક વર્ષમાં કોઈ જ ઉત્સવ સામુહિક ઉજવ્યો નથી, એ તો ઠીક ગામમાં કોઈ ફેરિયાને પણ પ્રવેશવા દીધો નથી અને દુકાનો પણ બંધ. એટલું જ નહીં ગામની વહુ દીકરીઓને ગામ બહાર જવાની એટલે કે તેમના પિયર જવા આવવા પર પ્રતિબંધ લાધ્યો છે. રીક્ષા દ્વારા શાકભાજી શાળામાં લાવી તમામ લોકો અહીંથી ખરીદી કરી જાય એ પ્રકારે વ્યવસ્થા કરી છે, એટલું જ નહી ગામ સમસ્તે ૧૦૦ ટકા વેકસીનેશન કરાવ્યું છે, આવી સઘન કિલ્લેબંધીને કારણે અમારા ગામમાં અત્યાર સુધી કોરોના પણ પ્રવેશી શક્યો નથી." ઉપસરપંચ બાબુભાઇ હિરાણી જણાવે છે.

રાજકોટના જસવંતપુરમાં 1વર્ષથી દુકાનો બંધ, વહુ-દીકરીઓને પિયર જવા આવવા પર પ્રતિબંધ

ગામને કોરોનામુક્ત રાખવામાં આશાવર્કરનું યોગદાન

જસવંતપુરને કોરોનામુક્ત રાખવામાં ગામના આશાવર્કર બહેન લક્ષ્મીબેન સોજીત્રાનું યોગદાન પણ બહુમૂલ્ય રહ્યું છે. કોરોના તો હમણાં આવ્યો પણ એ પહેલા પણ ગામમાં દરેક માતા અને બાળકોને તમામ રસી અપાવામાં આવે છે. ખેત મજુર આદિવાસી બહેનોને પણ જાગૃતિ પુરી પાડી હાલના સમયમાં સાવચેતી રાખવા ગ્રામજનો જણાવી રહ્યા છે. ઘરે તેમજ ખેતરમાં ટાકા સાફ રાખવા, બાળકોને સ્નાન કરાવવા, ઘરમાં સઘન સફાઈ સહિતની જાગૃતિ પુરી પાડવામાં આવે છે. ગામમાં દરેક ઘરમાં માસ્ક અને સૅનેટાઇઝરની બોટલ ઉપલબ્ધ કરાવાઈ છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં ગ્રામજનોની પડખે આરોગ્ય વિભાગ પણ સતત ખડે પગે રહ્યો હોવાનું ઓ. ગ્રામજનો દ્વારા જણાવામાં આવ્યું છે.

ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન પ્રોગ્રામ દ્વારા સઘન જનજાગૃતિ

લોધીકાના પારડી PHCના સુપરવાઈઝર રમેશભાઈ બારસીયા છે તેઓએ આ અંગે જણાવ્યું હતું કે અમારા PHC સેન્ટર હેઠળના દસ ગામોમાં છેલ્લા એક વર્ષથી IHC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન) પ્રોગ્રામ દ્વારા સઘન જનજાગૃતિ ચલાવી. લોકડાઉન દરમ્યાન ગામે-ગામ જઈને માઈક દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા સમજાવ્યા અને વેક્સિનેશન માટે સતત જનજાગૃતિ અર્થે બેનર્સ અને ગ્રુપ મિટિંગ કરી માહિતી પુરી પાડી. અમારા સેન્ટરમાં 40 થી વધુનો સ્ટાફ અને પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ટેસ્ટિંગ, માર્ગદર્શન અને દવા સબંધી સઘન કામગીરી કરવામાં આવી. સેન્ટર હેઠળના દસ ગામોમાં મોડી રાત્રે પણ કોઈ દર્દીને તકલીફ પડે તો સેન્ટર પર બોલાવી જરૂરી દવા પુરી પાડીએ છીએ. અનેક દર્દીઓને મોડી રાત્રે રાજકોટ ખાતે રીફર કર્યાના પણ દાખલા બન્યા છે.

ગામને કોરોનામુક્ત રાખવામાં આશાવર્કરનું યોગદાન

ગ્રામજનો નિશ્વિંત બની સુખની નિંદ્રા માણી રહ્યા છે

કાંગશીયાળી ગામના સરપંચ દ્વારા રોગી કલ્યાણ સમિતિમાં રૂ. 49 હજારનું દાન આપવામાં આવ્યું છે. આ દાનમાંથી દવાની ખરીદી કરી, તેની કીટ બનાવી આશા વર્કરો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે ઘરે વહેંચીને રોગને શરૂઆતમાં જ ઓળખી ત્વરિત નિદાન દ્વારા આરોગ્ય કર્મીઓ કોરોનાના કેસમાં અને મૃત્યુદરમાં ઘટાડો કરી શક્યા છે. સમગ્ર વિશ્વ આજે જ્યારે કોરોનાના આ કપરા કાળમાં સુખની નિંદ્રા પણ માણી નથી શકતું તેવા સમયે રાજકોટની ભાગોળે આવેલા આ ગામોના ગ્રામાજનો નિશ્વિંત બની સુખની નિંદ્રા માણી રહયા છે. મુખ્યપ્રધાનના ‘‘મારૂં ગામ, કોરોના મૂક્ત ગામ’’ ની વિભાવનાને ચરિતાર્થ કરતા આ ગામોમાં આરોગ્ય વિભાગની સફળ કામગીરી અને ગ્રામજનોના સમર્પિત ભાવના સહયોગની સાથે અનુશાસન અને જનજાગૃતિના પરિણામે આ અસંભવ ગણાતું કાર્ય આજે સંભવ બની અન્યોને પ્રેરણા આપી રહ્યું છે.

ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન પ્રોગ્રામ દ્વારા સઘન જનજાગૃતિ

ABOUT THE AUTHOR

...view details