ધોરાજી તાલુકાના વાડોદર ગામની મહિલાઓ અળસિયા સજીવ ખાતર બનાવીને હજારો રૂપિયાની કમાણી કરે છે. ખેતી માટે સૌથી અસરકારક અને કુદરતી કહી શકાય તેવું ખાતર ખેત જમીનમાં ફળદ્રુપતા વધારવા ઉતમ પુરવાર થાય છે. મોંઘા ભાવનાં ખાતરોથી મગફળી, કપાસ તથા અન્ય પાકને કયારેક નુકશાન થાય છે, પરંતુ અળસિયા સજીવ ખાતર ખેતરમાં નાખવાથી ખેડૂતોને ઘણોજ ફાયદો થાય છે.
મહિલાઓ દ્વારા "અળસિયા સજીવ ખાતર" બનાવીને હજારો રૂપિયાની કરે છે કમાણ - ધોરાજી તાલુકા વાડોદરમાં અળસિયા સજીવ ખાતર
રાજકોટ: જીલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે મહિલાઓએ અળસિયા સજીવ ખાતર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેઓ દ્વારા અળસિયા સજીવ ખાતર બનાવીને હજારો રૂપિયાની આવક કરવામાં આવે છે. આ ખાતર અસરકારક અને ફળદ્રુપતા વધારનાર છે. રસાયણિક ખાતર કરતાં આ ખાતર સારી ઉપજ આપે છે. તેમજ આ ખાતરથી પાકની ગુણવત્તા પણ ચડિયાતી થાય છે.
આ અળસિયા સજીવ ખાતર ફાયદાકારક અને ઉત્તમ કહી શકાય તેવું છે. અળસિયા, કાળી માટી, છાણીયુ ખાતર, પાણી અને સુકા પાંદડાથી અળસિયા સજીવ ખાતર બનાવાય છે. જેનો ખર્ચ એક જ વખત કરવો પડે છે. તેમજ નજીવા ખર્ચે એટલે કે રૂપિયા 300માં પ્રતિ બેગ બને છે. આ અળસિયાનું ખાતર 30 થી 40 દિવસમાં તૈયાર થઈ જાય છે. રસાયણિક ખાતર કરતાં આ ખાતરથી સારી ઉપજ અને પાકની ગુણવત્તા પણ ચડિયાતી થાય છે.
આ જીવંત ખાતરથી ખેત ઉત્પાદનમાં પણ સારાં એવાં પ્રમાણમાં વધારો મળી આવે છે. એકંદરે અળસિયાનું ખાતર તદ્દન જૈવિક હોવાથી પકવેલુ અનાજ પણ આરોગ્યપ્રદ કહી શકાય છે. તેમજ જમીનની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક પધ્ધતિથી અળસિયાનું ખાતર બનાવી ખેત જમીનમાં પ્રાણસંચાર થાય છે. આ ખાતર અસરકારક હોવા ઉપરાંત રાસાયણિક ખાતરોની સરખામણી એ સસ્તું ખાતર છે. ત્યારે આ મહિલાઓએ આ અળસિયા સજીવ ખાતર બનાવીને અન્ય લોકો અને મહિલાઓને પણ ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણા પૂરી પાડી છે.