ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મહિલા કોંગ્રેસે રોગચાળા મદ્દે નોંધાવ્યો વિરોધ - ગુજરાત મહિલા કોંગ્રેસ

રાજકોટ: સમગ્ર રાજ્યમાં હાલ બીમારી અને રોડ રસ્તાઓ તુટવાનું પ્રમાણ વધ્યું છે. રાજકોટમાં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રી બા વાઘેલાની આગેવાનીમાં આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધના ભાગ રૂપે દર્દી બન્યા હતાં.

RAJKOT

By

Published : Oct 11, 2019, 1:39 PM IST

રોડ રસ્તા મામલે હાથમાં બેનરો લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જ્યારે કોંગી કાર્યકર્તાઓએ મનપાના પદાધિકારીઓની કારની હવા કાઢવાનો પ્રયાસ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી. જયારે આ મામલે કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપા કમિશ્નરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

રાજકોટમાં મહિલા કોંગ્રેસે રોગચાળા મદ્દે નોંધાવ્યો વિરોધ

આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયબી બા વાઘેલાએ જણાવ્યું કે, રોડ રસ્તા અને તબક્કાવાર રોગચાળો વકરી રહ્યો છે. તે માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શેરીથી લઈને હાઈવે સુધી રસ્તાઓ સારા નથી. ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. થાળી, વેલણ સાથે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડો.

ABOUT THE AUTHOR

...view details