ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પોલીસ કર્મીના મોતનો મામલોઃ પહેલા મહિલા ASIએ પોલીસ કોન્સ્ટેબલની કરી હતી હત્યા - rajkot

રાજકોટઃ શહેરમાં ત્રણ દિવસ પૂર્વે થયેલા બે પોલીસ કર્મીઓના મોત મામલે FSL રિપોર્ટ બાદ નવો જ વણાંક આવ્યો છે. FSL રિપોર્ટમાં સામે આવ્યું કે, ASI મહિલા ખુશ્બૂ કાનાબારે કોન્ટેબલ રવીરાજ સિંહ ઝાલાને પહેલા સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પોતે પણ એ જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો.

#ASI મહિલા કોન્સ્ટેબલ આપધાત મામલે હત્યારાનો થયો પર્દાફાશ

By

Published : Jul 16, 2019, 9:38 AM IST

રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા ASI ખુશ્બૂ કાનાબાર અને કોન્સ્ટેબલ રવીરાજ સિંહ જાડેજા ત્રણ દિવસ પૂર્વે ખુશ્બૂના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે પ્રથમ બન્નેએ આપઘાત કરી લીધો હોવાનું જણાવાયું હતું. આ સમગ્ર મામલે આજે FSL રિપોર્ટ આવી જતા પોલીસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

#ASI મહિલા કોન્સ્ટેબલ આપધાત મામલે હત્યારાનો થયો પર્દાફાશ

FSL રિપોર્ટમાં સામે કે, કોન્ટેબલ રવિરાજની પ્રથમ મહિલા ASI દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોતે પણ એક સર્વિસ રિવોલ્વરમાંથી આપઘાત કરી લીધો હતો. FSL રીપોર્ટમાં સામે આવ્યું હતું કે, મહિલા ASIના સોલ્ડર પરથી ગન પાઉડર મળી આવ્યો હતો. જેના પરથી સાબિત થયું છે કે, ખુશ્બૂ દ્વારા આ ફાયરિંગ પ્રથમ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રવીરાજ પોતે પોતાના ઘરે જવા નિકળ્યો ત્યારે ખુશ્બૂ સાથે તેને બોલાચાલી થઈ હતી.

ખુશ્બૂએ સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરીને રવિરાજને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનામાં ચાર જેટલા રાઉન્ડ ફાયર થયા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મહિલા ASI અને કોન્સ્ટેબલ છેલ્લા નવ મહિનાથી પ્રેમમાં હતા. તે યુનિવર્સિટી પોલીસ મથકમાં પણ જગજાહેર હતું. મહિલા ASI અને રવીરાજ મુંબઈ ફરવા ગયા હતા. ત્યાં પણ તેમની વચ્ચે રવીરાજની પત્નીનો ફોન આવતા માથાકૂટ થઈ હતી. બીજી તરફ ASI વિવેક કાછડીયાની સર્વિસ રિવોલ્વર મહિલા ASIના ઘરમાંથી મળી આવવા મુદ્દે પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિવેક અને ખુશ્બૂ સાથે મિત્રતાના સંબંધ હતો. આ સર્વિસ રિવોલ્વર ત્યાં મૂકી હતી.

વિવેક અને તેની પત્ની તેમજ ખુશ્બૂ અને રવીરાજ સાથે સારા સંબંધો હતા અને ઘટનાની રાતે પણ ચારેય સાથે હતા. જ્યારે વિવેક અને તેની પત્ની પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ આ બનાવ બન્યો હતો. હાલ પોલીસે માત્ર FSL રિપોર્ટ અને પોતાના તજજ્ઞો દ્વારા આ માહિતી આપી હતી. હવે આગામી સમયમાં વધુ પૂછપરછ બાદ અન્ય કેટલાક ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details