ગુજરાત

gujarat

ETV Bharat / state

Winter in Gujarat:રાજકોટમાં ઝૂના પ્રાણી-પક્ષીઓ માટે શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation ) સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના(Rajkot Central Zoo Authority of India ) માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે.રાજકોટ ઝૂમાં રાખવામાં આવેલ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી(Protect animals and birds from the cold ) ઋતુઓમાં વાતાવરણની કોઈ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા નીચેની વિગતે વ્યવસ્થા કરવામાં આવી છે.

Winter in Gujarat:રાજકોટમાં ઝૂના પ્રાણી-પક્ષીઓ માટે શીયાળાની ઠંડીથી રક્ષણ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી
Winter in Gujarat:રાજકોટમાં ઝૂના પ્રાણી-પક્ષીઓ માટે શીયાળાની ઠંડીથી રક્ષણ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી

By

Published : Dec 17, 2021, 6:04 PM IST

રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકાસંચાલિત (Rajkot Municipal Corporation ) રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના(Rajkot Central Zoo Authority of India ) માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. ત્યારે બજાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

ઠંડીથી બચવા ઝૂમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

રાજકોટ ઝૂમાં રાખવામાં આવેલ તમામ પ્રાણી-પક્ષીઓને (Zoo animals and birds in Rajkot)જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઈ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી( Winter in Gujarat )હોય, છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ(Protect animals and birds from the cold )આપવા નીચેની વિગતે વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાણીઓ માટે વ્યવસ્થા

  • સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.

  • ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.

  • સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.

  • તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે.

  • નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી –દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે.

  • જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.

પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો

આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10 થી 15 ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.

આ પણ વાંંચોઃPollution In Sabarmati River: રિપોર્ટમાં ખુલાસો, છેલ્લા 3 વર્ષમાં સાબરમતીમાં ડ્રગ રેઝિસ્ટન્સ ઈ-કોલી બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થયું

આ પણ વાંંચોઃAhmedabad Police: અમદાવાદમાં મોજ શોખ ખાતર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ

ABOUT THE AUTHOR

...view details