ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં યોજાનારા મલ્હાર મેળામાં રાઇડ્સનું દરરોજ ચેકીંગ હાથ ધરાશે - gujaratinews

રાજકોટઃ શહેરમાં દર વર્ષે સાતમ-આઠમના તહેવાર નિમિતે લોક મેળો યોજાઇ છે. ત્યારે આ વર્ષે પણ 5 દિવસ સુધી મલ્હાર મેળો યોજવાનો છે. જેની વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ મેળામાં રાઇડ્સમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રોજે-રોજ ચેકીંગ કરવાના આદેશ આપવામાં આવ્યો છે.

checked Rides daily

By

Published : Jul 25, 2019, 9:17 PM IST

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળો સાતમ-આઠમ દરમિયાન રાજકોટમાં યોજાઇ છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મલ્હાર મેળો યોજવાનો છે. તાજેતરમાં અમદાવાદમાં રાઇડ્સ તૂટવાના કારણે બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ત્યારે રાજકોટમાં પણ મેળા દરમિયાન રાઇટ્સમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વાએ રોજે-રોજ રાઇડ્સનું ચેકીંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટમાં યોજાનારા લોકો મેળાનો 4 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે.

રાજકોટમાં યોજાનાર મલ્હાર મેળામાં રાઇડ્સનું રોજેરોજ ચેકીંગ કરાશે
રાજકોટમાં 22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી લોક મેળો યોજાશે.

ABOUT THE AUTHOR

...view details