રાજકોટજિલ્લાની આઠ બેઠકો (Cabinet Minister From Rajkot assembly seat) પર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે હવે ચર્ચાઓએવી શરૂ થઈ છે કે, રાજકોટજિલ્લામાંથી કયા ધારાસભ્યને પ્રધાન પદ મળી શકે છે. જેમાં સૌથી પહેલું નામ જો કોઈ ચર્ચામાં હોય તો, તે છે રાજકોટ પશ્ચિમ બેઠક (Rajkot West Seat) પરથી 1 લાખ કરતા વધુની લીડથી જીત મેળવનાર દર્શિતા શાહનુ. તેમને ભાજપની નવી સરકારમાં મંત્રીમંડળ પ્રધાન પદ મળે તેવી શક્યતાઓ સેવાઈરહી છે.
ભાનુબેન બાબરીયાનું નામ ચર્ચામાંરાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક(Rajkot Rural Assembly Seat) પરથી સતત ત્રણ વખત ધારાસભ્યબનેલા ભાનુબેન બાબરીયાનું નામ પણ પ્રધાન પદની રેસમાં જોવા મળી રહ્યું છે. જ્યારે ભાનુબેન બાબરીયા સિડ્યુલ કાસ્ટ બેઠક (Schedule cast meeting) પરથી જીત્યા છે. અને સતત ત્રીજીવાર તેઓ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર વિજય બન્યા છે. તેઓમાં આ વખતે તેમને 40 હજાર કરતાં વધુની લીડ મળી છે. ત્યારે ભાનુબેન બાબરીયાને પણ પ્રધાન પદ મળે તેવી શક્યતાઓ છે.
બે દિગ્ગજ નેતાઓરાજકોટ જિલ્લાની(Rajkot assembly seat) વાત કરવામાં આવે તો રાજકોટના જસદણમાંથી કુંવરજી બાવળીયા પણ આ વખતની ચૂંટણીમાં જંગી મતોની લીડથી જીત્યા છે. જ્યારે તેઓ રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. એવામાં ફરી નવી સરકાર બને તો તેમને પ્રધાન પદ મળવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. બાવડીયા કોળી જ્ઞાતિનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એવામાં કુંવરજી બાવળિયાને ફરી પ્રધાન પદ મળે તો નવાઈ નથી.