ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે 3 બચ્ચાઓને આપ્યો જન્મ

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે 3 બાળ વાઘને જન્મ આપ્યો છે. મનપાના કર્મચારીઓ દ્વારા માદા વાઘણ અને તેના તાજા જન્મેલા 3 બચ્ચાઓનું સતત 24 કલાક CCTV હેઠળ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં આ વાઘણ અને તેના ત્રણેય બચ્ચાઓની તબિયત તંદુરસ્ત છે. ઝૂમાં 3 બાળ વાઘનું આગમન થતા કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 7:44 PM IST

રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત ઝૂ આવેલું છે. આ ઝૂમાં ગાયત્રી નામની વાઘણે ત્રણ સફેદ વાઘના બચ્ચાઓને જન્મ આપ્યો છે. અગાઉ પણ વર્ષ 2015માં આ જ વાઘણે ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. તે તમામ બચ્ચાઓ હાલમાં પુખ્ય વયના થઈ ગયા છે. ત્યારે ઝૂની મુલાકાતે આવતા લોકોમાં આ વાઘણના ત્રણ બચ્ચા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાયત્રી નામની વાઘણને વર્ષ-2014ના વર્ષમાં છત્તીસગઢમાં આવેલા ભિલાઈ ઝૂ ખાતેથી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ લાવવામાં આવી હતી.

સ્પોટ ફોટો

આમ રાજકોટ મનપાના ઝૂમાં ત્રણ બાળ વાઘનો જન્મ થતા ઝૂમાં સફેદ વાઘની સંખ્યા કુલ 9 જેટલી થઈ ગઈ છે. હાલમાં રાજકોટના ઝૂમાં જુદી-જુદી 53 પ્રજાતિના કુલ 401 જેટલા વન્ય પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details