ગોંડલમાં છેલ્લા ઘણાં વર્ષોથી રહેતા ગરીબ રત્નાભાઈ અને દુધીબેનના પરિવારમાં 9 જેટલા બાળકો મનોદિવ્યાંગ હોવાની સાથે તેમનો ઉછેર ભિક્ષાવૃતિ કરીને કરવામાં આવતો હોવાના અહેવાલો અખબારો અને મીડિયામાં ચમક્યા હતાં.
ETV Bharat Impact: ગોંડલના મનોદિવ્યાંગ બાળકોના પરિવારને તંત્ર દ્વારા વ્હીલચેર અર્પણ કરાઇ - disabled children
રાજકોટ: એક બાજુ છેવાડાના માનવી સુધી સરકાર સહાયતા પહોંચાડવાની વાતો કરે છે. તો બીજી તરફ ઘણા કિસ્સાઓમાં છેવાડાના માનવી સુધી સરકારની યોજના કે, યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોચતો નથી. આવું જ કાંઈક બન્યું છે, ગોંડલમાં ભિક્ષાવૃતિ કરીને પોતાના પરિવારના નવ જેટલા મનોદિવ્યાંગ બાળકોનું ભરણપોષણ કરતા સરાણીયા પરિવાર સાથે.
ગોંડલના મનોદિવ્યાંદ બાળકો
ગોંડલ નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સન્ડે સલામ ડેના કાર્યક્રમ દરમિયાન આ કિસ્સો બહાર આવતા ખૂદ પાલિકા સદસ્ય પણ ચોંકી ઉઠ્યાં હતાં. આ બનાવની જાણ સમાજ સુરક્ષા વિભાગ સહિતનાઓને કરી હતી. જેમને કારણે અધિકારીઓ મનોદિવ્યાંગ પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતાં. આ સાથે જ તેમને સરકારની વિવિધ સહાય ચૂકવવાની ખાત્રી આપી હતી.
આ પણ વાંચો...ગોંડલ પરિવારના 9 મનોદિવ્યાંગોને વૃદ્ધ દંપતી ભિક્ષા માગી ઉછેરવા મજબૂર