ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી - રાજકોટમાં ઘઉંની ગુડ્સ ટ્રેનના સમાચાર

કોરોના કાળમાં કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારને અન્નનો પુરવઠો મોકલી રહી છે. આજે રવિવારે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી છે. આ ઘઉંની ટ્રેન હરિયાણાના તોહાનાથી આવી જે કુલ 3,300 મેટ્રિક ટનની છે.

Wheat goods train in Rajkot
Wheat goods train in Rajkot

By

Published : May 9, 2021, 6:09 PM IST

  • કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારને અન્નનો પુરવઠો મોકલી રહી છે
  • રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડાઈ
  • આ ટ્રેન હરિયાણાના તોહાનાથી આવી

રાજકોટ : કોરોનાને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારને અન્નનો પુરવઠો મોકલી રહી છે. જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્ય સરકારને મળી રહી છે, ત્યારે આજે રવિવારે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી છે. આ ઘઉંની ટ્રેન હરિયાણાના તોહાનાથી આવી જે કુલ 3,300 મેટ્રિક ટનની છે.

રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી

આ પણ વાંચો : ઓક્સિજન એક્સપ્રેસ ચાલતી રહી અને ટેન્કરમાંથી ઓક્સિજન લીક થતો રહ્યો, જૂઓ વીડિયો…

રાજ્ય સરકારને એક મહિના દીઠ 1 લાખ 71 હજાર મેટ્રિક ટન અનાજ મોકલવાની પરવાનગી આપી છે

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એક મહિના દીઠ 1 લાખ 71 હજાર મેટ્રિક ટન અનાજ મોકલવાની પરવાનગી આપી છે. તે પૈકી આ મહિનામાં 50 હજાર મેટ્રિક ટન ગુજરાતને મળ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં પુરવઠો પોંહચાડવાની કામગીરી થઇ રહી છે. રાજકોટ રેલવે ડેપોમાં આવેલા ઘઉંનો પુરવઠો રાજકોટ જિલ્લા સહિત ગીર સોમનાથને પુરો પાડવામાં આવશે.

ઘઉંની ગુડ્સ ટ્રેન

આ પણ વાંચો : સેવા ક્ષેત્રની કૃષિ પ્રધાન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને મુલાકાત લીધી

ઘઉંની સાથે કેન્દ્ર સરકાર ચોખા સહિત બીજા પણ કેટલાક પુરવઠાનો જથ્થો મોકલી રહી છે

સમગ્ર ગુજરાતમાં પુરવઠાનો જથ્થો અલગ અલગ જિલ્લાના કેન્દ્ર પર પહોંચી રહ્યો છે. ત્યાંથી જિલ્લા કલેક્ટરના પુરવઠા વિભાગને પહોંચાડવામાં આવી રહ્યો છે. જેથી કરીને ગરીબ લાભાર્થીઓ તે અનાજ રાશનની દુકાનથી મેળવી શકે. ઘઉંની સાથે કેન્દ્ર સરકાર ચોખા સહિત બીજા પણ કેટલાક પુરવઠાનો જથ્થો મોકલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details