ગુજરાત

gujarat

ETV Bharat / state

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અંગે શુ કહે છે, રાજકોટ ગ્રામ્યના ખેડૂતો - Farmer bill

આગામી 4 થી 5 એપ્રિલના રોજ રાકેશ ટિકૈત ગુજરાત મુલાકાતે આવે તેવા અહેવાલો આવી રહ્યા છે, ત્યારે રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાત અંગે ગુજરાત અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના ખેડૂતો આ અંગે પોતાના મત જણાવી રહ્યા છે.

farm
રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અંગે શુ કહે છે, રાજકોટ ગ્રામ્યના ખેડૂતો

By

Published : Apr 3, 2021, 8:15 PM IST

  • ખેડૂત નેતા તરીકે ઉભરી આવેલા રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાત લેશે
  • ખેડૂતો રાકેશ ટિકૈતને સમર્થન કરશે!
  • ગુજરાતમાં ટેકાના સારા ભાવ નથી મળતા માટે માટે નેતાની જરૂર છે: ખેડૂતો



રાજકોટ: આગામી 4 થી 5 એપ્રિલના રોજ રાકેશ ટિકૈત ગુજરાત મુલાકાતે આવશે તેવા સમાચાર આવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બાબતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે પણ છે અને રાકેશ ટિકૈત સાથે પણ છે.

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અંગે શુ કહે છે, રાજકોટ ગ્રામ્યના ખેડૂતો
ગુજરાતના ખેડૂતોને આવા કોઈ નેતાની જરૂર છે ?ગુજરાતના ખેડૂતોને રાકેશ ટિકૈત જેવા નેતાની જરૂર છે તેની સાથે જ ખેડૂતો સરકાર સાથે પણ છે અને રાકેશ ટિકૈત સાથે પણ છે તેવું તેઓ જણાવી રહ્યા છે. ગુજરાતમાં પોષણક્ષમ ભાવો નથી મળતા માટે આવા ખેડૂત નેતાની જરૂરત છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં કિસાન મોર્ચાનો કાર્યક્રમ યોજાશે: રાકેશ ટિકૈત


ખેડૂત બિલ મુદ્દે ખેડૂતોનો મત

ખેડૂત બિલ અંગે રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાને ગંભીર અસરો થવાની સંભાવનાઓ આંકી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે આ નવા કૃષિ કાયદાઓથી ખેડૂતો કરતા કોર્પોરેટ જગતને જ વધુ ફાયદો થશે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી દેશમાં ફરીથી કંપનીરાજ આવે તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે. સાથે તેઓ જણાવી રહ્યા છે કે આ નવા કૃષિ કાયદાઓ ખેડૂતો માટે નુકસાનકારક છે.

આ પણ વાંચો :રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા


ગુજરાતમાં ખેડૂત આંદોલન થાય તો ખેડૂતોનો શું રહેશે પ્રતિસાદ ?

આ અંગે ખેડૂતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનની થાય તેવી શક્યતાઓ છે કેમેક ખેડૂતો આંદોલન કરે તે પહેલા જ તેમને નજરકેદ કરી આપવામાં આવે છે. ગુજરાતમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા ત્યારે ભવિષ્યમાં ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન થવાની સંભાવના ખેડૂતોએ જણાવી હતી.

ખેડૂતો કોની સાથે ખેડૂત નેતા રાકેશ ટિકૈત કે સરકાર ?

આ અંગે ખેડૂતોને પૂછતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે પણ છે અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાથે પણ છે, કેમકે સરકારે જે નવા કૃષિ કાયદાઓ લાવ્યા છે તે ખેડૂતોને નુકશાનકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા માટે ખેડૂતો ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાથે હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details