ગુજરાત

gujarat

ETV Bharat / state

Western Railways: રાજકોટ ડિવિઝનના TTE એ મેળવ્યું પ્રથમ સ્થાન, ટિકિટ વગરના પાસેથી 1.13 કરોડ વસૂલ્યા - RAJKOT DIVISION

પશ્ચિમ રેલવેમાં સૌથી વધારે આર્થિક દંડ વસુલ કરીને રાજકોટ રેલવે ડિવિઝને પ્રથમ ક્રમ મેળવી લીધો છે. જેની રેલ વિભાગ સુધી નોંધ લેવામાં આવી છે. ટિકિટ વગર પ્રવાસ કરી રહેલા મુસાફરો પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. આ મામલે રાજકોટ ડિવિઝને મોટી ચોખવટ કરી દીધી છે.

Western Railways: રાજકોટ ડિવિઝનના TTE એ મેળવ્યું પ્રથમ સ્થાન, ટિકિટ વગરના પાસેથી 1.13 કરોડ વસૂલ્યા
Western Railways: રાજકોટ ડિવિઝનના TTE એ મેળવ્યું પ્રથમ સ્થાન, ટિકિટ વગરના પાસેથી 1.13 કરોડ વસૂલ્યા

By

Published : Mar 24, 2023, 7:36 PM IST

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સિનિયર ડી.સી.એમ. સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર (Dy.CTI) કે.ડી. ઓઝાએ યોગ્ય ટિકિટ વિના મુસાફરી કરતા અને બુક કરાવ્યા વગરનો સામાન વહન કરતા મુસાફરો પાસેથી દંડના રૂપમાં એક કરોડ રૂપિયાથી વધુની આવક એકત્ર કરવાની ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે.

આ પણ વાંચોઃ Climate Change Center : ગુજરાત યુનિવર્સિટી ક્લાયમેટ ચેન્જ સેન્ટરનો એક્શન પ્લાન તૈયાર,

આવક કેટલીઃ રાજકોટ રેલવે ડિવિઝનના ડેપ્યુટી મુખ્ય ટિકિટ નિરીક્ષક કે.ડી. ઓઝાએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ 14,928 કેસમાંથી દંડ તરીકે રૂ. 1.13 કરોડની આવક મેળવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર પશ્ચિમ રેલવેમાં ટિકિટ ચેકિંગમાંથી રૂ. 1 કરોડથી વધુની આવક મેળવનાર માત્ર બે જ TTE છે. જેમાં પ્રથમ સ્થાન રાજકોટ ડિવિઝનના કે.ડી. ઓઝાએ હાસિલ કર્યું છે જે રાજકોટ ડિવિઝન માટે ગૌરવની વાત છે.

Western Railways: રાજકોટ ડિવિઝનના TTE એ મેળવ્યું પ્રથમ સ્થાન, ટિકિટ વગરના પાસેથી 1.13 કરોડ વસૂલ્યા

અભિનંદન પાઠવ્યાઃ રાજકોટ રેલવે ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર સુનિલ કુમાર મીના, આસીસ્ટન્ટ કોમર્શીયલ મેનેજર વી. ચંદ્રશેખર દ્વારા ટીકીટ ચેકીંગ સ્ટાફ કે.ડી. ઓઝાને આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝને એપ્રિલ, 2022 થી ફેબ્રુઆરી, 2023 ના સમયગાળા દરમિયાન નોંધાયેલા 1.49 લાખ કેસમાંથી ટિકિટ ચેકિંગની આવક તરીકે રૂ. 11.72 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચોઃ Rajkot Congress Protest: રાજકોટમાં કોંગ્રેસના મંજૂરી વિના મૌન ધરણા,

સ્પષ્ટતા કરીઃ જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 113.11% વધુ છે. આ અંગે સુનિલ કુમાર મીનાએ વધુમાં સમજાવ્યું કે ટિકિટ તપાસનારને માત્ર વાસ્તવિક મુસાફરોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને શોધવા માટે જ નહીં પરંતુ આવા મુસાફરો પાસેથી દંડની રકમ વસૂલવા માટે નિયમોનું જ્ઞાન અને દંડ ભરવા માટે મુસાફરોને સમજાવવા માટેની કુશળતા અને ચતુરાઇ પણ જરૂરી છે. આ અંગે રેલવે તંત્રે તમામ રેલવે મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા માટે વિનંતી પણ કરી છે.

(રેલવે વિભાગે જાહેર કરેલી પ્રેસનોટને આધારે)

ABOUT THE AUTHOR

...view details