ગુજરાત

gujarat

ETV Bharat / state

જસદણના યુવાને પોતાના લગ્નની કંકોત્રીને આપી વૉટ્સએપ થીમ - whats app theme

રાજકોટ: લગ્ન અને લગ્નની તૈયારીઓને યાદગાર બનાવવા માટે દરેક કપલને કંઇક નવિન કરવાનો વિચાર આવે છે, એવા જ નવિન વિચાર જસદણના મિસ્ત્રી યુવાન સાગરને આવ્યો અને પોતાના લગ્નની કંકોત્રીને વૉટ્સએપની થીમ આપવામાં આવી છે. વૉટ્સએપ થીમમાં અને વૉટ્સએપમાં જ સગા-સંબંધીઓને વૉટ્સએપમાં જ આમંત્રણ મોકલ્યું હતું. રાઠોડ સાગર એક આર્ટિસ્ટ પણ છે. એમને ઘણા ચિત્રો પણ પેઇન્ટ કરેલા છે.

જસદણના યુવાને પોતાના લગ્નની કંકોત્રીને આપી વ્હોટ્સએપ થીમ

By

Published : Nov 18, 2019, 8:20 PM IST

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી આર્ટ ગેલેરીમાં સાગરે ઘણા થ્રીડી પેઇન્ટિંગ્સ મુકવામાં આવ્યા હતા અને રાજકોટમાં ચિત્ર નગરીમાં પણ ઘણા ચિત્ર પેઇન્ટ કરેલા છે. આ ઉપરાંત સાગરભાઇને વિચાર આવ્યો કે, ડિજિટલ યુગ છે તો લગ્નની કંકોત્રી પણ ડિજિટલ જ હોવી જોઇએ. આ કંકોત્રી વૉટ્સએપના ફિચર્સને ધ્યાને રાખી બનાવવામાં આવી છે. વૉટ્સએપ DPથી લઇને સ્ટેટસ સુધી દરેક વસ્તુને કંકોત્રીમાં આવરી લેવામાં આવી છે. વૉટ્સએપમાં જે રીતે Message, Seen, Online હોઈ છે તે બધું પણ ઉમેરવામાં આવ્યું છે. આખી કંકોત્રી વ્હોટ્સએપના ગ્રીન રંગમાં જ તૈયાર કરવામાં આવી છે. સાગરે આવી કંકોત્રી બનાવવા માટે તેના ડિઝાઈનર મિત્ર સ્મિત અને સિદ્ધાર્થની મદદ લીધી છે. આ કંકોત્રી માં પપ્પા Online જેવું વૉટ્સએપ પેઈઝ બનાવીને લાગણી દર્શાવાનો પ્રયત્ન કરાયો છે.

જસદણના યુવાને પોતાના લગ્નની કંકોત્રીને આપી વ્હોટ્સએપ થીમ

સાગર અને કૃપાલીની આ કંકોત્રીમાં આધુનિકતાની સાથે-સાથે પરંપરાને પણ જાળવી રખાય છે અને એટલે જ ઘરના બાળકોથી માંડીને વડીલો પણ કંકોત્રી જોઈને ખુશ છે. આ કંકોત્રીના કારણે અત્યારથી જ પરિવારજનો અને સગા સ્નેહીઓમાં ઉત્સાહ છે. વૉટ્સએપ થીમ પર બનેલી કંકોત્રીએ એક નવો આઈડિયા પણ આપ્યો છે. હવે એ દિવસ પણ દૂર નથી કે, આવનારા આધુનિક સમયમાં કંકોત્રી વ્હોટ્સએપ જ પર મળશે.

ABOUT THE AUTHOR

...view details