રાજકોટ: રાજ્યભરમાં ધામ-ધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવમાં આવી હતી, સૌ કોઈ પતંગપર્વનો આનંદ માણતા જોવા મળ્યાં હતાં. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપલેટા-ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ તમામને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી અને અને પોતાના પરિવાર, મિત્રો સાથે મકરસંક્રાંતિ પર્વની પતંગ ઉડાડીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.
Uttarayan 2024: લલિત વસોયાએ આગામી ચૂંટણીમાં ભાજપની પતંગ કાપવાનું રણશિંગુ ફૂંક્યું - ઉત્તરાયણ 2024
રાજકોટના ધોરાજી ખાતે પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ લલિત વસોયાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. વસોયાએ પરિવાર અને બાળકો સાથે પતંગ ઉડાવીને ઉત્તરાયણની મજા માણી હતી. આ પ્રસંગે તેમણે સૌ કોઈને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ભાજપ સરકાર પર તેઓ શાબ્દિક ચાબખા મારવાનું ભૂલ્યાં ન હતાં.
Published : Jan 15, 2024, 11:37 AM IST
ભાજપનો પતંગ કાપીશું: પતંગની સાથે સાથે ઉત્તરાયણના પર્વે રાજકીય મુદ્દાઓને ચગાવવાનો પ્રયાસ કરતા લલિત વસોયાએ મોંઘવારી, ખેડૂતોને પોષણક્ષણ ભાવ તથા બેરોજગારી જેવા મુદ્દા ઓને લઈને આગામી 2024 ની ચૂંટણીઓ કોંગ્રેસ લડવાની છે તેવું જણાવ્યું છે. લલીત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ દ્વારા માંજો ખુબ જ સરસ રીતે પાયો છે અને આગામી ચૂંટણીઓમા ભાજપની પતંગ કાપીને રહીશું તેવી પ્રબળ દાવો વ્યક્ત કર્યો હતો. વસોયાએ પોતાના નિવેદનમા જણાવ્યું હતું કે, આગામી 2024ની ચૂંટણીમા કોંગ્રેસ ભારે ખંતથી લડીશે અને આ ચૂંટણીમાં તમામ મુદ્દાઓને સાથે રાખીને લડીશું.