- સમગ્ર સૌરાષ્ટ્ર વરસાદ ખેંચતા પાણીની અછત
- સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ
- આથી હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં
રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ ઘેરાયું વરસાદ ખેંચાશે તો આવતા દિવસોમાં રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો પણ હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે. ત્યારે હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે કે, ખેડૂતોને સિંચાઇનું પાણી કેવી રીતે આપવું શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હાલ સેવાઇ રહી છે. શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે.
હાલ આજી ડેમમાં 15.5 ફૂટ પાણીનો જથ્થો
રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ડેમોની સ્થિતિ પણ હાલ દયાજનક દેખાઇ રહી છે. રાજકોટ જિલ્લાનાં ડેમોમાં આજની સ્થિતિમાં માંડ 20 ટકા જેટલું જ પાણી બચ્યુ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની સ્થિતિ પણ સારી નથી મોરબીનાં 10 ડેમોમાં હાલ માત્ર 26.35 ટકા જ પાણી બચ્યું છે. જેમાં મચ્છુ-1માં 15.03 ટકા, મચ્છુ-2માં 26.15, ડેમી-1માં 14.9, ડેમી-2માં 22.46, ઘોડાધ્રોઇમાં 62.69 ટકા, બંગાવડી સંપૂર્ણ ખાલી, બ્રાહ્મણીમાં 33.40 ટકા, બ્રાહ્મણી-2માં 56.39 ટકા, મચ્છુ-3માં 92.29 ટકા અને ડેમી-3માં 4.69 ટકા જળનો જથ્થો બચ્યો છે.
આ પણ વાંચોઃઉનાળાની શરૂઆત થતા જ જેશોરના જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ
વરસાદ લંબાતા ખેડૂતોને નુકશાની
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ગત જૂન માસ દરમિયાન ઠેર-ઠેર થોડો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરી છે. બાદમાં વરસાદ લંબાયો છે અને ખેડૂતોને પાકમા મોટી નુકશાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ જામનગર જિલ્લાના 21 ડેમોમાં પણ હાલની સ્થિતિએ માત્ર 10.49 ટકા જ પાણી વધ્યુ છે. જોકે બીજી તરફ રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાનાં ડેમો પણ હાલ ખાલી થવાના આરે પહોંચી ગયા છે. આથી હવે સિંચાઇ તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે.