ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના 18 વૉર્ડના 991 બૂથમાં થશે મતદાન, તંત્ર દ્વારા EVM પહોંચાડવાની કામગીરી શરૂ - Rajkot Municipal Corporation

રાજકોટ મહાનગરપાલિકાના 18 વૉર્ડના 991 બૂથ પર 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. આ અંતર્ગત તંત્ર દ્વારા EVM પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકા

By

Published : Feb 20, 2021, 4:59 PM IST

  • રાજકોટ મહાનગરપાલિકાના 18 વૉર્ડના 991 બૂથ
  • તંત્ર દ્વારા EVM પહોંચાડવાની કામગીરી શરૂ
  • તમામ EVM વિરાણી સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમા રાખવામાં આવ્યાં

રાજકોટ : સ્થાનિક સ્વારાજની ચૂંટણીનું મતદાન 21 ફેબ્રુઆરીના રોજ હોવાથી તંત્રમાં દોડધામ જોવા મળી હતી. તમામ EVM વિરાણી શાળામાં સ્ટ્રોંગ રૂમમા રાખવામાં આવ્યાં હતાં. ત્યારે બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ચૂંટણીને લઇને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના કુલ 18 વૉર્ડના 991 બૂથમાં થશે. મતદાન ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા EVM પહોંચાડવાની કામગીરી શરૂ

ચૂંટણી ફરજ પર 4,249 પોલીસ અધિકારીઓ-જવાનો રહેશે તૈનાત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટમાં કુલ 18 વૉર્ડ 991 બૂથ આવે છે. આ સાથે રાજકોટમાં 78 સંવેદનશીલ બૂથ આવેલા છે, ત્યારે રાજકોટના 19 અતિ સંવેદનશીલ બૂથ પણ આવેલા છે. ત્યારે મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેને લઇને ચૂંટણી ફરજ પર 4,249 પોલીસ અધિકારીઓ-જવાનો તૈનાત કરવામાં આવશે. 1,631 પોલીસ જવાનો, 4 SRP કંપની અને 1418 હોમગાર્ડના જવાનો, 800 TRB જવાનો તૈનાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details