ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના બાલભવનમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ: શહેર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ભારત સ્કાઉટ સંઘ અને મોદી સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ બાલભવન ખાતે યોજવામાં આવ્યો હતો.

By

Published : Mar 20, 2019, 11:17 PM IST

સ્પોટ ફોટો

આ કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાનમાં યોજવામાં આવ્યો હતો. આ સાથે જ શાળાના સ્કાઉટ ગાઇડમાં રાષ્ટ્રપતિ અને રાજ્ય પુરસ્કાર મેળવનારાવિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરીતેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યુંહતું.

આ પ્રસંગે રાજકોટના અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા તથા લોકોથીચાલતી સરકાર છે. આપણા ભારત સરકારની ચૂંટણીમાં લોકશાહીને મજબુત કરવા સૌ કોઇ મતદાન કરે તે ખૂબ જરૂરી છે.

આ કાર્યક્રમમાં ખાનગી સ્કૂલના 500જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવીહતી. રાજકોટ શહેરના 32વિસ્તારોમાં ડોર ટુ ડોર જઇને મતદાન જાગૃતિ અંગે મતદારોને સમજણ પણ આપી હતી. સાથે જ ‘‘મતદાન એ જમહાદાન’’, ‘‘ પ્રતિબદ્ધમતદાર સુગમ મતદાન’’ વગેરેના સુત્રોચ્ચાર અને બેનરો સાથે મતદારોને જાગૃતકર્યા હતા. આ ઉપરાંત પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યુંહતું.

ABOUT THE AUTHOR

...view details