રાજકોટ :આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે જગ વિખ્યાત એવા જલારામ મંદિર તરફથી ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા આવેલ તમામ ભાવિકોને 22 અને 23 જાન્યુઆરી એમ બે દિવસ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે. આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુરથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા ગયું હતું.
Ram Mandir Pran Pratistha : વિરપુર જલારામ મંદિરના સ્વયંસેવકો થયા ધન્ય, રામ ભક્તોની સેવાનો મળ્યો અવસર - સ્વયંસેવકો અયોધ્યા સેવાર્થે ગયા
યાત્રાધામ વિરપુરથી અયોધ્યા ખાતે સેવા કરવા ગયેલા 35 સ્વયંસેવકો પરત આવતા તમામનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ અયોધ્યામાં મગજના લાડુનો પ્રસાદના એક લાખ કરતા વધુ બોક્સ તૈયાર કર્યા હતા. પ્રભુ રામના સ્વયંસેવકોએ અયોધ્યા યાત્રાના અનુભવ વિશે ETV BHARAT સાથે વિશેષ વાતચીત કરી હતી, જુઓ આ અહેવાલ...
Published : Jan 19, 2024, 12:53 PM IST
|Updated : Jan 19, 2024, 1:46 PM IST
રામ ભક્તોની સેવાનો અવસર :અયોધ્યા રામ જન્મભૂમીથી વિરપુર પરત ફરેલા 35 જેટલા સ્વયંસેવકોનું યાત્રાધામ વીરપુરના ગ્રામજનોએ વાજતે-ગાજતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. જય શ્રી રામ, જય જલારામના નારાથી યાત્રાધામ વિરપુર રામમય બની ગયું હતું. આ સ્વયંસેવકની ટીમમાં અયોધ્યા ગયેલા યાત્રાધામ વિરપુર જલારામ મંદિરના સ્વયંસેવક રમેશભાઈ ગઢીયાએ પોતાના અનુભવો અને અયોધ્યાના માહોલ વિશે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
મગજના લાડુનો પ્રસાદ : જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજના લાડુનો પ્રસાદ આપવાનો છે. આ પ્રસાદ બનાવી અને આ બોક્સ તૈયાર કરવાના હોવાથી સ્વયંસેવકો અયોધ્યા ખાતે સેવાર્થે ગયા હતા. અંદાજે એક લાખ જેટલા દર્શનાર્થીઓ માટે મગજના લાડુ પ્રસાદના એક લાખ બોક્સ તૈયારી કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી પૂર્ણ થઈ જતા વીરપુરના 50 સ્વયંસેવકોમાંથી 35 જેટલા સ્વયંસેવકો અયોધ્યાથી વિરપુર પરત ફર્યા છે. ઉપરાંત 15 જેટલા સ્વયંમ સેવકો અયોધ્યા ખાતે રોકાયા છે.