બપોરે 1 વાગ્યા બાદ કાઢવામાં આવેલલ અંતિમયાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેબિનેટ પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના આગેવાનો જોડાયા છે. સાથે ખેડૂત સમાજ પણ તેના વ્હાલસોયા નેતાને વિદાય આપવા માટે હાજર રહ્યા છે.
વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્રએ આપી મુખાગ્નિ
રાજકોટઃ પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું સોમવારે અમદાવાદ ખાતે લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમના પાર્થિવદેહને આજે જામકંડોરણાની લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલયમાં સવારથી અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. બપોરે તેમના જ વતનમાં વિઠ્ઠલ રાદડીયાની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં વરસતા વરસાદમાં હજારો લોકો જોડાયા હતા. હાલ વિઠ્ઠલ રાદડીયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે, અહીં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા તેમને પાર્થિવદેહને મુખાગ્નિ આપવામાં આવી હતી.
vitthal radadiya
જામકંડોરણાની લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રાદડીયાનો પાર્થિવ દેહના દર્શન કરવા અનેક રાજકીય, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો અને કાર્યકર્તાઓએ લાંબી કતાર લગાવી છે. જામકંડોરણાના ગ્રામજનો રાદડીયાના દુ:ખદ અવસાનને લઈ ઘેરા શોકમાં છે. આજે જામકંડોરણાને તેમની યાદમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.
Last Updated : Jul 30, 2019, 4:42 PM IST