વીરપુર મંદિર તરફથી આયોધ્યામાં આજીવન રામ લલ્લાને થાળ ધરાશે
વીરપુરના લોકોએ ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવી કરી ઉજવણી
મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા રામમંદિરના ટ્રસ્ટી સમક્ષ કરવામાં આવી હતી રજૂઆત
વીરપુરઃ અયોધ્યામાં શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. ત્યારે હાલ વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં વીરપુર મંદિર તરફથી રામલલ્લાને આજીવન રાજભોગનો થાળ ધરાવવાનો લ્હાવો મળ્યો છે.
અયોધ્યામાં રામલ્લાને આજીવન રાજભોગ ધરાવવાનો લહાવો મળ્યો જલારામ મંદિરને રામલ્લાને આજીવન થાળ ધરાવવાનો લહાવો મળ્યો જલારામ વીરપુરને
મંદિર નિર્માણમાં દેશભરમાંથી કાર સેવકો શ્રમદાન કરશે, તેમજ દેશના મોટા મંદિરો દ્વારા જુદીજુદી સેવાઓ કરવામાં આવશે. તેમાં અતિ મહત્વનું કહી શકાય તેવું એટલે કે મંદિરમાં રામલલ્લાને બે ટાઈમ જે થાળ ધરવામાં આવશે તે વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવાની માંગ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા રામ મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ મુકવામાં આવી હતી. જે માંગને ટ્રસ્ટીઓ દ્વારા સ્વીકારવામાં આવી છે. હવેથી રામલલ્લાને આજીવન થાળ વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે તેવી બાપાના પરિવારજન ભરતભાઇ ચાંદરાણીએ જણાવ્યું હતું.
વીરપુરના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
જલારામ બાપાના પરિવારજનોએ આ અંગે જણાવતા વીરપુર ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વીરપુરના લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગામલોકોએ ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી.