રાજકોટઃ છેલ્લા 90 દિવસથી લોકડાઉનને લીધે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો બંધ હોવાથી શ્રદ્ધાળુઓ ધર્મસ્થાને દર્શન કરવાથી અળગા રહ્યા હતા. ત્યારે હાલ સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાતા ધાર્મિક સ્થળો પણ ખુલી રહ્યા છે.
વીરપુર જલારામ મંદિર 15 જૂનથી ખુલ્લું મુકાશે, સતાધીશો દ્વારા લેવાયો નિર્ણય - 90 દિવસથી લોકડાઉન
90 દિવસથી લોકડાઉનને લીધે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો બંધ હોવાથી શ્રદ્ધાળુઓ દર્શનથી અળગા રહ્યા હતા. હાલ સરકાર દ્વારા છૂટછાટ અપાતા ધાર્મિક સ્થળો પણ ખુલી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખુલ્લું મુકવાનો નિર્ણય લેવોયો છે. તેથી ભાવિકોને આરતીના દર્શનનો લાભ મળી શકશે.
વીરપુર
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ જે આગામી 15 તારીખથી શ્રદ્ધાળુઓ માટે સરકારની ગાઇડલાઇન મુજબ ખુલ્લું મુકવાનું મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવિકોને આરતીના દર્શનનો લાભ મળી શકશે. મદિરનો સમય સવારના 7થી સાંજના 7 સુધી જ ખુલ્લું રહેશે તથા બપોરે 1 થી 3 બંધ રહેશે તેવું મંદિરના સતાધીશો દ્વારા જણાવાયું છે.