રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર તારીખ 8થી 20 ઓગસ્ટ સુધી એટલે કે 12 દિવસ સુધી બંધ રહેશે. વધતા કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વીરપુર જલારામ મંદિર આગામી 12 દિવસ સુધી બંધ રહેશે - જલારામ મંદિર
વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા અને આગામી તહેવારોને ધ્યાને લઇ સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે યાત્રાધામ વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ દ્વારા 12 દિવસ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વીરપુર જલારામ મંદિર 12 દિવસ સુધી બંધ રહેશે
આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.