વીરપુર(રાજકોટ):યાત્રાધામ વીરપુરમાં ફૂડ વિભાગે આગામી દિવસોમાં આવી રહેલ દિવાળી તેમજ જલારામ જયંતીની પહેલા જ સક્રિયતા દાખવી છે. (Virpur Food Department Investigation)ફૂડ વિભાગે તપાસ અને ચકાસણી શરૂ કરી છે, જેમાં તહેવાર એટલે કે દિવાળીના સમયમાં લોકો મીઠાઈ સહિતની ચીજ વસ્તુઓનો સ્વાદ મળતા હોય છે. આ સાથે જ અહિયાં દિવાળી બાદ જલારામ જયંતીની પણ ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પણ અહીંથી લોકો મીઠાઈ પ્રસાદી સ્વરૂપે લેતા હોઈ છે. આ મીઠાઈ સહિતની વસ્તુઓમાં કોઈ ભેળસેળ કે મીલાવટ કરવામાં આવે છે કે કેમ તેને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ફૂડ વિભાગ દ્નારા યાત્રાધામ વીરપુરમાં દિવાળી અને જલારામ જયંતી પહેલા તપાસ શરૂ - વીરપુર
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ઉજવણીમાં મીઠાઈનો સ્વાદ અને આનંદ મળતા હોઈ છે.(Virpur Food Department Investigation) ત્યારે રાજકોટના યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં દિવાળી અને જલારામ જયંતીની ઉજવણી પહેલા જ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. જુઓ આ અહેવાલમાં.
જલારામ બાપાના દર્શન:વીરપુર જલારામની મુખ્ય બજારોમાં આવેલ તેમજ મીઠાઈ, પેંડા સહિતની દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. કારણ કે આગામી દિવસોમાં દિવાળી અને વીરપુરમાં ખાસ કરીને જલારામ જયંતીની ઉજવણી અને જલારામ બાપાના દર્શન કરવા દેશ અને વિદેશથી ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, ત્યારે અહી વેચવામાં આવતી પ્રસાદી તેમજ મીઠાઈ સહિતની વસ્તુઓમાં વ્યાપારીઓ પોતાના અંગત ફાયદાઓ અને આર્થીક વધુ લાભ માટે કોઈ ચેડા કે ભેળસેળ કરે છે કે કેમ તેને લઈને ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લીધા:યાત્રાધામ વીરપુર જલારામમાં આવતા ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ પ્રસાદી સ્વરૂપે મીઠાઈ તેમજ પેંડા સહિતની વસ્તુઓ ખરીદી કરે છે તેમજ અન્ય લોકોને પ્રસાદી સ્વરૂપે આપવા માટે ખરીદી કરતા હોઈ છે ત્યારે આ પ્રસાદીમાં વ્યાપારીઓ પોતાના વધુ આર્થીક લાભ માટે હલકી ગુણવતા તેમજ ભેળસેળ યુક્ત વસ્તુઓ વેચતા નથી તેને લઈને તપાસ હાથ ધરી છે. આ તપાસ હાથ ધરવામાં આવતા ભેળસેળ તેમજ હલકી વસ્તુઓ વેચનારા વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લીધા બાદ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે જેમાં આ તપાસ પૂર્ણ થયા બાદ જયારે રીપોર્ટ આવશે ત્યારે સમગ્ર વિગતો સામે આવશે.