રાજકોટ: જિલ્લાના આટકોટના વીરનગર ગામમાં રહેતા મનુભાઇ શેખલીયાની પુત્રી સંગીતાબેન શેખલીયા અમદાવાદની સોલા હોસ્પિટલમાં આયુર્વેદિક ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે મનુભાઈ જણાવ્યું હતું કે, મારી પુત્રીને હાલમાં અમદાવાદની સોલા હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે.
અમદાવાદની સોલા હોસ્પિટલનના કોરોના વોર્ડમાં ફરજ બજાવતી ડોક્ટર પુત્રી પર પિતાને ગર્વ છે - કોરોના દર્દીઓની સારવાર
અમદાવાદમાં જયારે કોરોનાના કેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે, કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી પુત્રી સંગીતા પર પિતા ગૌરવ અનુભવે છે. વીરનગરની સંગીતાબેન શેખલીયા અમદાવાદની સોલા હોસ્પિટલમાં આર્યુવેદિક ડોક્ટર તરીકે કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કેસ દિવસે દિવસે બમણા થતા જાય છે. ત્યારે, પિતાએ જણાવ્યું કે, મારી પુત્રી રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવી રહી છે. મારી પુત્રીને મેં જણાવ્યું હતું કે, દેશના લોકોની સેવા કરી એ જ સાચી સેવા છે. અમારી સાથે નવરાશના સમયે વિડીયો કોલ કરીને અમને કોરોના વિશે માહિતી પણ આપી રહી છે. અને દરેક લોકોને સાવચેત રહેવું એ પણ જણાવે છે. અમારા પરિવારના દરેક સભ્યોને આનંદ અનુભવી છીએ કે, એકવાર દેશસેવાનો લાભ મળ્યો છે. મનુભાઈને બે પુત્રી એક પુત્ર છે. સંગીતા આર્યુવેદિક ડોક્ટર તરીકે અમદાવાદ સોલા હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવી રહી છે. અને કોરોના દર્દીની સારવાર કરી રહી છે. વીરનગરના ગ્રામ પંચાયતના સરપંચએ અને ગામલોકોએ પણ સંગીતાને અભિનંદન પાઠવ્યા હતા.