કૌશલને સાત વર્ષની વયે બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદ નવ વર્ષની વય દરમિયાન તેને મગજનું કેન્સર ડીટેક્ટ થયું હતું. જો કે પરિજનોને તેની આ બીમારીની જાણ થતાં પરિજનો દ્વારા કૌશલની સારવારમાં દિવસ રાત એક કરી દિધા હતા અને આજે કૌશલ સંપૂર્ણ સ્વસ્થ છે.
રાજકોટમાં જિંદગી સામે જંગ જીતનાર બાળક સાથે વિરાટની સેલ્ફી - ભારત અને ઓસ્ટ્રેલિયા
રાજકોટ : જિલ્લાના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન ડે ક્રિકેટ મેચ યોજાનાર છે. ગઈકાલે બન્ને ટીમના ખેલાડીઓને ગ્રાઉન્ડ પર પરસેવો પાડયો હતો. ગઇકાલે પ્રેકટીસ સેશન દરમિયાન વિરાટ કોહલીએ ધોરણ 6માં અભ્યાસ કરતા કૌશલ સાથે સેલ્ફી પાડી હતી.
જિંદગી સામે જંગ જીતરનાર બાળક સાથે વિરાટની સેલ્ફી
કૌશલ જ્યારથી સમજતો થયો ત્યારથી તે વિરાટ કોહલીનો પ્રશંસક છે. જેને લઈને રાજકોટ ખાતે ઇન્ડિયન ટીમ આવી પહોંચતા કૌશલના માતાપિતા પણ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આવ્યા હતા અને SCAને આ અંગે રજુઆત કરી હતી. જેને લઈને વિરાટને કૌશલ અંગેની જાણ થતા તેને પોતે જ કૌશલ સાથે સેલ્ફી લીધી હતી.
Last Updated : Jan 17, 2020, 3:17 PM IST