ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોંડલમાં વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ કરાયો - ગુજરાતમાં લોકડાઉન

ગોંડલ શહેરમાં પોલીસ અને પાલિકાતંત્ર દ્વારા કોરોના અંગે જાગૃતિ લાવવા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો હોવા છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા આંખ આડા કાન કરી જાહેરનામાનો ભંગ કરાતો હોવાની ઘટના સામે આવી હતી. આથી તેમની સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટના ગોંડલમાં વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ
રાજકોટના ગોંડલમાં વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ

By

Published : May 10, 2020, 5:36 PM IST

રાજકોટ: કોરોના કહેરથી જાગૃત કરવા શહેરમાં ઓટો રીક્ષા મારફત સતત માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી રહી હોવા છતાં પણ જિલ્લાના ગોંડલમાં રાજદીપ રેઝર સ્ટોર તથા જલારામ આઇસ ગોલા નામની દુકાનોના વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર શરૂ રાખી જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. જેની એલસીબી પોલીસને જાણ થતા પીઆઇ રાણા અને તેની ટીમ દ્વારા દરોડા પાડી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટના ગોંડલમાં વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ
આ સાથે પોલીસ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હજુ ઘણા વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે જેમના વીડિયો અને ફોટો સતત મળી રહ્યા છે તેમના વિરોધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details