રાજકોટ: રાજકોટના 17મા ઠાકોરસાહેબ માંધાતાસિંહજીનો શપથ સમારોહ હાલ યોજાઈ રહ્યો છે. મંગળવારે રાજવી પરિવાર દ્વારા નગરયાત્રા યોજવામાં આવી હતી. આ નગરયાત્રામાં અલગ અલગ સ્ટેટની 30 જેટલી વિન્ટેજ કાર અને 100 વર્ષ કરતા પણ જૂની બગી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ નગરયાત્રા રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા.
રાજકોટમાં નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર
રાજકોટમાં માંધાતાસિંહજીનો 17મા રાજા તરીકે રાજ્યાભિષેક અંતર્ગત યોજાયેલી નગરયાત્રામાં વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગીઓએ આકર્ષણ જમાવ્યું હતું.
નગરયાત્રા, વિન્ટેજ કાર અને 100 વર્ષ જૂની બગી બની આકર્ષણનું કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીના રોજ માંધાતાસિંહનો રાજ્યાભિષેક થવાનો છે. જેના ભાગરૂપે રાજ પેલેસમાં 3 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યાં છે.