રાજકોટઃ રાજકોટના તબલાવાદક સૌરભ ગઢવી નામના દિવ્યાંગનો વીડિયો બોલીવૂડ સિંગર સોનુ નિગમે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ સાથે જ સોનુએ લખ્યું છે કે, ઉત્કુટ, શુદ્ધતા, કાબુ કરવાની ઇચ્છા, ગૌરવ, વિશ્વાસ અને પ્રેક્ટિસ એક વિડિયોમાં બધું મારી સાથે આ શેર કરવા બદલ શાલિન ગાંધીનો આભાર અને તલાટ અઝીઝજી તમારો પણ આભાર.
રાજકોટના દિવ્યાંગ યુવાનનો તબલા વગાડતો વીડિયો સોનુ નિગમે કર્યો શેર - Video of Divyang Yuvan from Rajkot playing tabla, shared by Sonu Nigam
રાજકોટના તબલા વાદક સૌરભ ગઢવી નામના દિવ્યાંગનો વીડિયો બોલીવૂડ સિંગર સોનુ નિગમે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
જ્યારે આ અંગે સૌરભ ગઢવીને જાણ થઈ ત્યારે તેને પણ બૉલીવુડ સિંગરનો આભાર માન્યો હતો. વાત જાણે એમ છે કે, સૌરભને સંગીત વારસાઇમાં મળ્યું છે. તેના પિતા દિનેશ ગઢવી પણ તબલા વાદક છે. જ્યારે દિનેશના મોટાભાઈ ચેતનભાઈ પણ મુંબઈમાં ગાયક છે. ત્યારે દિવ્યાંગ અને જણાવ્યું હતું કે, સૌરભને કેલ્શિયમની ઉણપના કારણે કોણીનો એક હાથ વીકસ્યો નથી. પરંતુ તે નાનપણમાં જ 4 થી 5 વર્ષનો હતો ત્યારથી જ તબલા વગાડે છે.
આ સાથે જ સૌરભ ડ્રમ પણ ખુબજ સારી રીતે વગાડી શકે છે. રાજકોટના યુવાનનો વિડીયો બોલિવૂડ સિંગર દ્વારા શેર કરવામાં આવતા ફરી એકવાર રાજકોટનું નામ ભારત ક્ષેત્રે જળકયું છે. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉન સમયે રાજકોટના યુવાનનો સંગીત પ્રેમનો વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.