ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના પરા બજારમાં વરસાદી પાણીની નદી, વીડિયો વાયરલ - વીડિયો વાયરલ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં શનિવાર મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે કારણે શહેરના પરા બજારમાં વરસાદી પાણીની નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વરસાદી નદીના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વરસાદી પાણીની નદી
વરસાદી પાણીની નદી

By

Published : Aug 30, 2020, 5:24 PM IST

રાજકોટઃ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇને રાજકોટની વર્ષો જૂની પરા બજારમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. પાણી ભરાઇ જવાના કારણે દુકાનદારો દુકાન પણ ખોલી શક્યા ન હતા.

રાજકોટ શહેરના પરા બજારમાંથી નદી નીકળતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બજારની મોટાભાગની દુકાનોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

રાજકોટના પરા બજારમાં વરસાદી પાણીની નદીનો વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં રવિવારથી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે કારણે રાજ્યભરમાં ભારે વરસાદ વરસે તેવી શક્યાતાને પગલે તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details