જામકંડોરણાના આ ખેડૂતે અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યુ છે. જેમાં લાલ લીલાં મરચાં અને કાકડી તથા તુરીયા, ભીંડો તેવાં ચાર પાંચ શાકભાજીનું સિઝન પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. મલ્ચીગ અને ડ્રિપ કરવાથી નિંદામણ ઓછું થાય છે. મલ્ચીંગમાં પણ પાકની હારે જીવામૃતનો ઉપયોગ કરે છે જેથી અળસીયા વધારે થાય છે. મલ્ચીંગ અને ડ્રિપનો ઉપયોગ કરવાથી પાક વધુ વૃધ્ધિ મા થાય છે અને તેમાં ડબ્બલ ઉત્પાદન થાય છે.
જામકંડોરણામાં પ્રગતિશીલ ખેડૂતે સ્લગ મલ્ચીંગ અને ટ્રીપ પધ્ધતિથી કરી ખેતી - rajkot letest news
રાજકોટઃ દિવસેને દિવસે વધતા જતા જંતુનાશક દવાનાં ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. સાથો સાથ રાસાયણિક ખાતરના વધતાં ભાવોએ ખેતી ખર્ચમા વધારો થાય છે, ત્યારે જામકંડોરણાના નાના ભાદરા ગામનાં પ્રગતિશીલ ખેડૂતે પોતાની આગવી કોઠા સુજથી ગાય આધારીત ખેતી કરીને સાથો સાથ મલ્ચીંગ અને ટ્રીપ પધ્ધતિનો ઉપયોગ કરે છે.

નાના ભાદરા ગામે પ્રગતિશીલ ખેડૂતની શાકભાજીની ખેતી
નાના ભાદરા ગામે પ્રગતિશીલ ખેડૂતની શાકભાજીની ખેતી
મલ્ચીંગ અને ડ્રિપ પધ્ધતિનો ઉપયોગ કરવાથી પાકને પિયત પાણી ઓછું જોઈએ છે અને તેના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે. જેથી પાકને વારંવાર પાણી આપવું પડતું નથી ઓછાં પાણી એ સારી ખેતી કરી શકાય છે.