જલારામધામ વીરપુરમાં અન્નક્ષેત્રના દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સીએમ રૂપાણી ઉપસ્થિત રહ્યા - Vijay Rupani
વીરપુર જલારામ ધામમાં ચાલી રહેલા અન્નક્ષેત્રના દ્વિ-શતાબ્દી મહોત્સવ અને રામકથામાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
વીરપુર જલારામ
વીરપુર: પૂજ્ય સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંધાને દ્વિ-શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરારીબાપુની રામ કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ, ભક્તજનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણી અને શ્રીમતિ અંજલી રૂપાણીએ મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરી આરતી ઉતારી હતી.