- 21/06/2021 સોમવાર પ્રાણીઉદ્યાન સાથે ઝૂ શરૂ કરાશે
- મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરાશે
- ઝૂ ખાતે 55 પ્રજાતિના કુલ 446 પ્રાણીઓ, પક્ષીઓ આવ્યા
રાજકોટ :દેશમાં કોરોના મહામારીના કારણે રાજકોટ મનપા હેઠળ આવતા તમામ ઝુ તારીખ 19/03/2021થી મુલાકતીઓ માટે ઝૂ બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે કોરોનાની સ્થિતિ સારી છે તેમજ સરકાર દ્વારા બાગ-બગીચાઓ વગેરે ખોલી નાંખવાની મંજુરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ મનપા દ્વારા આગામી તારીખ 21/06/2021 સોમવાર પ્રાણીઉદ્યાન કોરોનાની ગાઈડલાઈન સાથે ફરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરત ઝુની આવકમાં ગત વર્ષ કરતાં દોઢ કરોડથી પણ વધુનો ઘટાડો થયો
પ્રાણીઉદ્યાનનો સમય સવારે 09:00થી સાંજે 06:00 સુધી
રાજકોટ મનપા હેઠળ આવતા પ્રાણીઉદ્યાનની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવશે. તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. પ્રાણીઉદ્યાનનો સમય સવારે 09:00થી સાંજે 06:00 વાગ્યાનો રહેશે. તેમજ ઈલેક્ટ્રિક કાર પણ ચાલુ રખાશે. પ્રાણીઉદ્યાન અઠવાડિયામાં દર શુક્રવારે બંધ રહેશે.
આ પણ વાંચો : SOUના જંગલ સફારી પાર્કમાં ગરમીથી બચવા પ્રાણીઓ માટે AC મુકવામાં આવ્યા
55 પ્રજાતિના કુલ 446 પ્રાણી-પક્ષીઓ
રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. CZA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ દર વર્ષે નવા-નવા વન્યપક્ષીઓ, વન્યપ્રાણીઓ વિનિમય હેઠળ અન્ય ઝૂ પાસેથી મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ઝૂનો ટોટલ વિસ્તાર 137 એકરમાં છે અને નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી-જુદી 55 પ્રજાતિના કુલ 446 પ્રાણીઓ, પક્ષીઓ આવેલા છે.