રાજકોટના ધોરાજીમાં સોમવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ અને માવઠું વરસ્યું હતું. ધોરાજીમાં પતંગ ચગવતા લોકો અને વેપારીઓમાં મદીનો માહોલ છે. મકરસંક્રાંતિના તહેવારમાં પતંગની ખરીદી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે મકરસંક્રાંતિના તહેવારમાં પણ મંદીનો માહોલ છે. 50થી 60 ટકા સુધીના પતંગના માલનું વેચાણ થયું નથી.
ધોરાજીમાં કમોસમી વરસાદ સાથે મકરસંક્રાંતિએ મંદીનો માહોલ, વેપારીઓ ચિંતામાં મૂકાયા - મકરસંક્રાંતિના તહેવારે મંદી
રાજકોટ: ગુજરાતમાં આ વર્ષે 100 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજ્યમાં વાયુ અને મહા વાવાઝોડાના કારણે પણ જગતના તાતના પાકમાં નુકસાન થયું હતું. મકરસંક્રાંતિના તહેવારમાં ગણતરીના કલાકો બાકી છે. મકરસંક્રાંતિના તહેવારે મંદીનો માહોલ છે.
ધોરાજી
દેશમાં મંદી હોવાના કારણે પતંગના વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે. પતંગના વેપારીઓના મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ છે.