ગુજરાત

gujarat

ETV Bharat / state

Upsc Exam 2023 Result: રાજકોટના દુષ્યંત ભેડાએ UPSC પાસ કરી, મોટાભાઈ પણ છે IPS - Dushyant Bheda from Rajkot passed UPSC

દુષ્યંત ભેડાએ UPSCની પરીક્ષામાં 262મો રેન્ક મેળવ્યો છે, ત્યારે રાજકોટનો યુવાન UPSCની પરીક્ષામાં પાસ થતા તેના પરિવારજનો અને રાજકોટ વાસીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.

Dushyant Bheda from Rajkot passed UPSC
Dushyant Bheda from Rajkot passed UPSC

By

Published : May 24, 2023, 12:20 PM IST

રાજકોટ: દેશમાં મંગળવારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. ગુજરાતના પણ કેટલાક ઉમેદવારો આમાં પાસ થયા છે. જેમાં રાજકોટ જિલ્લાના મૂળ ઉપલેટાના અને રાજકોટ સ્થાયી થયેલા દુષ્યંત ભેડાએ પણ આ UPSCની પરીક્ષા પાસ કરી છે. દુષ્યંત ભેડાએ UPSC ની પરીક્ષામાં 262મો રેન્ક મેળવ્યો છે.

પરિવારજનો અને રાજકોટ વાસીઓમાં પણ ખુશીનો માહોલ:રાજકોટનો યુવાન UPSCની પરીક્ષામાં પાસ થતા તેના પરિવારજનો અને રાજકોટ વાસીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે દુષ્યંતના મોટાભાઈ એવા વિવેક ભેડા પણ યુપીએસસીની પરીક્ષા પાસ થઈ ચૂક્યા છે અને તેઓ હાલ આઈપીએસ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. એટલે કે રાજકોટના એક જ પરિવારમાં બે બે યુવાનો યુપીએસસીની પરીક્ષા પાસ કરી હોય તેવી રાજ્યની આ પ્રથમ ઘટના સર્જાય છે.

પરિવારજનો અને રાજકોટ વાસીઓમાં પણ ખુશીનો માહોલ

પિતા અગાઉ સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ હતા:દુષ્યંત ભેડાના પરિવારની વાત કરવામાં આવે તો, તેઓ મૂળ ઉપલેટા ગામના વતની છે. જ્યારે તેમના પિતા અગાઉ સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે આ પ્રિન્સિપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજકોટ શહેરમાં આવીને તેઓ વસ્યા હતા. જ્યારે હાલમાં દુષ્યંત ભેડાના પિતા કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલા છે. જ્યારે તેમની માતા ગૃહિણી છે. આ સાથે જ દુષ્યંત ભેડાના મોટાભાઈ વિવેક ભેડા અગાઉ યુપીએસસી પરીક્ષા પાસ કરી ચૂક્યા છે અને તેઓ હાલમાં ગુજરાત કેડરમાં IPS તરીકે ફરજ બજાવી રહ્યા છે. દુષ્યંતની પત્નીની વાત કરવામાં આવે તો તેઓ હાલ ફિઝીયોથેરાપી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. જ્યારે પરિવારના બીજા સભ્ય એવા દુષ્યંત ભેડાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરતા તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છવાયો છે.

ઉપલેટામાં પ્રથમ નંબર

ઉપલેટામાં પ્રથમ નંબર: દુષ્યંત ભેડાએ ધોરણ 10 ઉપલેટાની શાળામાંથી પાસ કર્યું છે. જ્યારે તેમને ધોરણ 10માં ઉપલેટામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ધોરણ 12 સાયન્સ રાજકોટ ક્રિષ્ના સ્કૂલમાંથી કર્યું હતું. તેમજ ધોરણ 12 બોર્ડમાં 8મોં ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ નિરમા યુનિવર્સીટીમાંથી BE મિકેનિકલ અભ્યાસ કર્યો હતો. આ પછી IIM કોઝિકોડમાંથી MBA કર્યું હતું. તેમજ IIMમાંથી પ્લેસમેન્ટ મેળવ્યું અને 3 વર્ષ જોબ કરી હતી. જેમાં બે વર્ષ DEUTSCHE બેન્ક જર્મનીમાં જોબ કરી હતી અને હાલમાં ACCENTURE STEATERGY કંપનીમાં તેમની જોબ ચાલુ છે. આ જોબ સાથે દુષ્યંતે UPSC માં 262 રેન્ક મેળવ્યો છે. જેમાં આ પરીક્ષા દરમિયાન દુષ્યંત માત્ર 10 દિવસની રજા લીધી હતી.

મોટાભાઈ વિવેકની પ્રેરણાથી UPSCમાં કર્યું ફોક્સ

મોટાભાઈ વિવેકની પ્રેરણાથી UPSCમાં કર્યું ફોક્સ:આ અંગે ETV BHARAT સાથે દુષ્યંતે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, હાલ મારા મોટાભાઈ વિવેક ગુજરાત કેડરમાં આઇપીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. મોટાભાઈ વિવેક ભેડાની પ્રેરણાથી જ મે યુપીએસસીમાં ફોકસ કર્યું હતું અને પ્રથમ પ્રયત્ને જ UPSC પરીક્ષા પાસ કરી. જેમાં 262મો રેન્ક મેળવ્યો છે. જ્યારે તેમની આ સિદ્ધિ પાછળ તેમના માતાપિતા અને પત્ની ગોપીનો પણ પૂરો સહયોગ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો એવો પરિવાર કે જેમના બન્ને દીકરા બે વર્ષમાં UPSC પરીક્ષા ક્રેક કરી છે. રાજકોટ સહિત તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

  1. UPSC Result 2023 : કોન્સ્ટેબલના પુત્રએ UPSC પરીક્ષામાં સુરતમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને પિતાની છાતી ગદગદાવી
  2. સવારે 10 કલાકે મળશે કેબીનેટ બેઠક, રથયાત્રાની તૈયારીઓ, નવા સત્ર પ્રારંભ બાબતે આયોજન
  3. ડબલ એમ્પ્યુટી એવરેસ્ટ ક્લાઇમ્બરે વિકલાંગ લોકોના લાભ માટે કામ કરવાનું વચન આપ્યુ

ABOUT THE AUTHOR

...view details